શ્રીલંકાનું અપ્રતિમ સૌંદર્ય માણો શ્રીલંકન એરલાઇન્સની અદ્ભૂત સેવાઓ સાથે

17 December, 2021 06:17 PM IST  |  Mumbai | Partnered Content

સરસ ઝીણી રેતી જે હિંદ મહાસાગરના ટાપુઓ પર પથરાયેલી છે તેનો જાદુ તમને રોમાંચ ફિલ કરાવશે, જે અનંત સુધી તમારી નજરે ચઢશે

શ્રીલંકા તમારા Instagram બકેટ-લિસ્ટના ઘણા બૉક્સને ટિક કરી શકે છે

શ્રીલંકન એરલાઇન્સ વિશે

શ્રીલંકન એરલાઇન્સ, શ્રીલંકા માટે રાષ્ટ્રીય કેરિયર અને વનવર્લ્ડ એલાયન્સની સભ્ય છે વળી સર્વિસ, કમ્ફર્ટ, સલામતી, વિશ્વસનીયતા અને સમય સાચવવાને મામલે વૈશ્વિક અગ્રણી તરીકેની પ્રતિષ્ઠા ધરાવતી એવોર્ડ વિજેતા એરલાઇન છે.

એર લંકા તરીકે 1979 માં શરૂ કરવામાં આવી હતી, એર લંકા પણ બહુ લોકપ્રિય પુરોગામી રહી છે. એરલાઇનનું હબ કોલંબોના બંધારનાઇકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્થિત છે જે યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વ, ભારતીય ઉપખંડ, દક્ષિણના મુખ્ય શહેરોને આવરી લેતા તેના વૈશ્વિક નેટવર્કને અનુકૂળ જોડાણો પ્રદાન કરે છે. પૂર્વ એશિયા, દૂર પૂર્વ અને ઓસ્ટ્રેલિયા. એરલાઇન અત્યાધુનિક A330-300 અને આધુનિક A320/321neo કાફલા સહિત ઓલ-એરબસ ફ્લીટનું સંચાલન કરે છે.

એરલાઇન દ્વારા જીતવામાં આવેલ લેટેસ્ટ પ્રસંશનિય સિદ્ધિઓમાં પ્રસંશાઓમાં સમાવેશ થાય છે, વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ 2021- એશિયાઝ લીડિંગ ટુ ધ હિંદ મહાસાગર, PATA ગોલ્ડ એવોર્ડ્સ 2021- માર્કેટિંગ કેરિયર, SimplyFlying દ્વારા સંચાલિત APEX હેલ્થ એન્ડ સેફ્ટી ઓડિટમાં સૌથી વધુ ઉચ્ચ સ્તરીય ડાયમંડ સ્ટાન્ડર્ડ. અને વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ 2020, હિંદ મહાસાગરની વિશ્વની અગ્રણી એરલાઇન.

શ્રીલંકન એરલાઇન્સ દ્વારા શ્રીલંકાનો પ્રવાસ માણો

શ્રીલંકન એરલાઇન્સ, શ્રીલંકાની નેશનલ કેરિયર અને વનવર્લ્ડ એલાયન્સના સભ્ય કે જે હાલમાં APEX હેલ્થ એન્ડ સેફ્ટી ઓડિટમાં સૌથી વધુ પ્રાપ્ય ડાયમંડ રેટિંગ ધરાવે છે તેમાં બોર્ડ થાઓ. તે તમને કોલંબો, જે શ્રીલંકાના સ્વર્ગીય ટાપુઓનું પ્રવેશદ્વાર છે ત્યાંથી માંડીને શ્રીલંકાના વિવિધ શહેરોની ડાયરેક્ટ ફ્લાઇટ્સ ઓફર કરે છે જેની સાથે મળશે શ્રીલંકાનું આતિથ્ય અને આધુનિક હવાઈ મુસાફરીની સલામતી અને કમ્ફર્ટ. શ્રીલંકાને તમારી આગામી રજાઓનું સ્થળ બનાવો, એક એવો દેશ કે જે મુલાકાતીઓને ખુલ્લા હાથે આવકારે છે અને કડક સલામતી અને સુખાકારીના પગલાં સાથે ટાપુવ્યાપી રસીકરણ અભિયાનને કારણે પ્રવાસ વધુ સુરક્ષિત બનાવે છે, જે તેની મોટાભાગની વસ્તીને આવરી લે છે. શ્રીલંકાની મુસાફરીને સંપૂર્ણ રસીવાળા પ્રવાસીઓ માટે સરળ બનાવવામાં આવી છે જેમાં અરાઇવલ ટેસ્ટિંગ કરાવવાની અથવા ક્વોરેન્ટાઇન થવાની જરૂર નથી. આમ તમે શરૂઆતથી જ તમે તમારા પ્રવાસને માણવામમાં લીન થઇ શકો છો.

શ્રીલંકા

સરસ ઝીણી રેતી જે હિંદ મહાસાગરના ટાપુઓ પર પથરાયેલી છે તેનો જાદુ તમને રોમાંચ ફિલ કરાવશે, જે અનંત સુધી તમારી નજરે ચઢશે. તમારા આઇડિયલ બ્રેકને દરિયાનીં અતલ ઉંડાઇ અને નીલા પાણીની લંબાઇ પર સ્નોર્કલિંગ કરીને કે પછી માત્ર કિનારે બેસીને માણો. જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે પાણીનો રંગ બદલાય છે ત્યારે આશ્ચર્યચકિત થઇ જશો. પછી ભલે તે કિનારે કોઇ ભવ્ય કેન્ડલ લાઇટ પ્રસંગ હોય કે પછી લહેરાતા પામ ટ્રીઝની નીચે એક  સાદી પિકનિક હોય, તમે જે નક્કી પણ, અહીં શ્રીલંકામાં, કંઈપણ તમને નિરાશ નહીં કરી શકે.

ટાપુના આંતરિક ભાગને માણવાનું સાહસ કરો; લીલાછમ ચાના બગીચાઓ વચ્ચેના એકાંત રસ્તા જે પહાડો પર તમને મોજ કરાવે. દિવસનું અમૃત સમું ચ્હા કિટલીમાં ગરમ થતી હોય ત્યારે તમારી જાતને ટાપુની સમૃદ્ધ પરંપરાઓ અને જબરજસ્ત કેર અને હૉસ્પિટાલિટીમાં તરબતર થઇ જાવ કે તમને ઘર જેવું લાગે. લોકવાયકા અને દંતકથાઓથી ઘેરાયેલા ઐતિહાસિક મંદિર માણતાં ખોવાઇ જાવ આધ્યાત્મિક પ્રવાસમાં અને ભક્તિમાં. આમાંનું કંઇ ન કરવું હોય તો ફક્ત આરામ કરો અને દિવસો પસાર થતાં જુઓ.

પૌરાણિક દરિયાઇ માર્ગોની ઉપર પથરાયેલા લેન્ડસ્કેપ પરનો સુર્યાસ્તને માણતા તમે પ્રાચીન લાયન ફોર્ટેસ પહોંચશો જે કશ્યપ રાજાએ બંધાવ્યો હોવાનું કહેવાય છે ને તેના કલાત્મક વૈભવ અન સ્થાપત્ય માટે તે પ્રચલિત છે.

 શ્રીલંકા તમારા Instagram બકેટ-લિસ્ટના ઘણા બૉક્સને ટિક કરી શકે છે, નવ-કમાનવાળા પુલ પર દોડતી બ્લુ ટ્રેન, લાયન રોક ફોર્ટેસ, કોકોનટ ટ્રી હીલ અને જીવંત વન્યજીવનથી જડેલી અસંખ્ય ફ્રેમ્સ, તમારા ક્લિકની રાહ જોઈ રહ્યાં છે!

 

travel news sri lanka