નૈનીતાલમાં ટૂરિસ્ટ કારની એન્ટ્રી માટેનો ટૅક્સ ૧૨૦થી વધારીને ૫૦૦ રૂપિયા થઈ શકે છે

07 April, 2025 01:18 PM IST  |  Nainital | Gujarati Mid-day Correspondent

ગરમીની સીઝનમાં સહેલાણીઓનો ધસારો વ‌ધી જતો હોવાથી નૈનીતાલ નગરપાલિકાએ ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં નૈનીતાલ એન્ટ્રી ટૅક્સમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. અત્યાર સુધી વિઝિટર્સ વેહિકલ સાથે નૈનીતાલમાં પ્રવેશતા હોય તો તેમની પાસેથી ૧૨૦ રૂપિયા એન્ટ્રી ટૅક્સ લેવાશે.

નૈનીતાલ ટ્રાફિક

ગરમીની સીઝનમાં સહેલાણીઓનો ધસારો વ‌ધી જતો હોવાથી નૈનીતાલ નગરપાલિકાએ ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં નૈનીતાલ એન્ટ્રી ટૅક્સમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. અત્યાર સુધી વિઝિટર્સ વેહિકલ સાથે નૈનીતાલમાં પ્રવેશતા હોય તો તેમની પાસેથી ૧૨૦ રૂપિયા એન્ટ્રી ટૅક્સ લેવામાં આવે છે. આ ટૅક્સમાં વધારો કરીને ૫૦૦ રૂપિયા કરવાની માગણી થઈ છે.

ઈદના વીક-એન્ડ દરમ્યાન નૈનીતાલમાં લાંબો ટ્રૅફિક જૅમ થઈ ગયો હતો. ટૂરિસ્ટ્સનાં ટૂ-વ્હીલર્સને ટાઉનમાં પ્રવેશ આપવા પર થોડીક વાર માટે પાબંદી લાદવી પડી હતી.

વાહનોની સરળતાથી એન્ટ્રી થઈ શકે એ માટે એન્ટ્રી ટૅક્સ ક્લેક્શન માટે ત્રણ અલગ-અલગ જગ્યાએ કલેક્શન સેન્ટર સેટ કરવા માટે એન્ટ્રી ટૅક્સમાં વધારો કરવાની માગણી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. વધારાના ટૅક્સથી નૈનીતાલના ભોવાલી, હલ્દવાની અને કાલાધુંગીના રૂટ પર ટૅક્સ કલેક્શન શરૂ કરવામાં આવશે. 

nainital uttarakhand dehradun travel travel news life and style