28 April, 2025 03:39 PM IST | Californial | Gujarati Mid-day Online Correspondent
લોસ એન્જલસના બીચ સિટીમાં તમારે વેકેશનના માટે શ્રેષ્ઠ વિકલ્પો છે
સેન્ટા મોનિકા, લોસ એન્જલસનું એક એવું શહેર છે જેની વાઈબ એકદમ લક્ઝુરિયસ છે. અહીં એવોર્ડ વિનિંગ ડાઇનિંગના વિકલ્પો છે તો કુદરતી સૌંદર્ય છે અને શોપિંગના પણ બહુ વિકલ્પો છે. તે કેલિફોર્નિયાની આઇકોનિક શોરલાઇન છે.
કુકિંગ – ધી ગોર્મેન્ડાઇઝ સ્કૂલના શેફ ઇન્સ્ટ્રક્ટર પાસેથી શીખો અને જાણો તમારી ક્ષમતાઓ. તેમના "આર્ટ ઑફ મેકિંગ ચૉકલેટ"ના વર્ગમાં કોકોઆ બીન્સમાંથી ચોકલેટ બાર બનાવતા શીખો, ફ્રેન્ચ ફોકસ્ડ ક્લાસમાં જાણીતા ફ્રેન્ચ મેકરોન બનાવવામાં નિપુણ થાઓ, અથવા "સિઝનલ પાઇ ક્લાસિઝ" માં મસ્ત પાઈ બનાવતા શીખો શોપિંગ– સેન્ટા મોનિકાનો શોપિંગ સીન એકદમ ખાસ છે. સેન્ટા મોનિકા પ્લેસમાં કોચ જેવા લક્ઝરી બ્રાન્ડ્સની દુકાનો છે, અને આખો અનુભવ શોપર્સ માટે સ્વર્ગ સમાન છે. ડ્રાયબારમાં મસ્ત બ્લોઆઉટ મેળવો અને ફેબ્યુલસ લૂક સાથે નિકળો. સેન્ટો મોનિકા પ્લેસની સામે થર્ડ સ્ટ્રીટ પ્રોમેનેડ શરૂ થાય છે અને ત્યાં સ્ટ્રીટ પરફોર્મર્સ હશે અને શોપિંગના વિકલ્પો પણ ખરાં. મોન્ટેના એવન્યુ ભૂલતા નહીં, આ ગલીમાં બુટિક શોપ્સ છે જેમાં તમે યુનિક લૂક્સનું શોપિંગ કરી શકશો.
લક્ઝરી ફૂડ અને ડ્રિંક
ડાઇનિંગ– સેન્ટા મોનિકાના મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટ રસ્ટિક કેન્યોનમાં જમો, અહીંનું હાઇપર સિઝનલ મેનુ રોજ નવું હોય છે અને નજીકમાં આવેલા સેન્ટ મોનિકા ફાર્મર્સ માર્કેટમાંથી અહીં ખાણી પીણીની સામગ્રી આવે છે. ડ્રિંક્સ – બીકન હૉટેલની ધી કોકો ક્લબ, એલિફન્ટ અથવા હંટલી હોટનું પેન્ટ હાઉસ સરસ વિકલ્પો છે. તમને સી વ્યૂ પણ મળશે. મેલિબુ ડિસ્કવરી ટુર્સ દ્વારા સેન્ટો મોનિકા પર્વરતોની આસપાસના વાઇન રિજ્યનની ટ્રીપ લઇને તમે કેલિફોર્નિયાના વાઇન્સ માણી શકશો.
લક્ઝરી રિલેક્સેશન
બીચ – પેરીઝ કાફે અને બીર રેન્ટલ દ્વારા ઓફર કરવામાં આવતી બીચ બટલર સર્વિસની મજા લો. તમારો પ્રાઇવેટ બટલર તમને બીચ પર સરસ મજાની ગોઠવણ કરી આપશે. તમે માંગશો ત્યારે નોન-આલ્કોહોલિક બેવરેજિઝ અને ફૂડ પણ આપશે. તમારે કશાયને માટે ઊભા નહીં થવું પડે. સ્પા – શટર્સ ઓન ધી બીચ પરના વન સ્પામાં સરસ મસાજ અને ફેશિયલ મેળવી શકાશે. ટિક્કુન સ્પામાં 24 કેરેટ ગોલ્ડ બૉડી રૅપની રોયલ ગોલ્ડ ટ્રીટમેન્ટ પણ મળશે. સેન્ટા મોનિકા પ્રોપર હોટેલ પરનું સૂર્યા પણ ખાસ છે અહીં તમને 3થી 21 દિવસના પંચકર્મા પ્રોગ્રામના વિકલ્પો મળશે.
લક્ઝરી સ્ટે
ફેરમોન્ટ મિરામાર હોટેલ એન્ડ બંગલોઝ, સેન્ટા મોનિકા બીચ પર જ છે. અહીં ફિગ રેસ્ટોરેન્ટમાં ફાર્મ ટુ ટેબલ ફૂડ અને બેસ્ટ સર્વિસ ઉપલબ્ધ છે. અહીંના ગાર્ડન બંગલોઝ એક અનોખો અનુભવ આપે છે. ધી બંગલો બારમાં પણ જમવાની મજા લો. હોટેલ કાસા ડેલ માર - સેન્ટા મોનિકા પીઅર અને ઓશ્યન એવન્યુની નજીક આવેલી હોટલ લક્ઝરી ડેકોર, સુંદર રૂમ્સ અને જમવાના વિકલ્પો ધરાવે છે. અહીંનો પામ ટેરેસ પૂલ પણ બહુ સરસ અનુભવ છે. ઓશિયાના સેન્ટો મોનિકા, એલએક્સઆર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ – અફલાતુન રિનોવેશન પછી અહીં અલગ જ તાજગી છે, ઓલ સ્યૂટ હોટેલમાં બધું જ પુરેપુરું બદલ્યું છે અને લક્ઝીરીની નવી વ્યાખ્યા અહીં તમને અનુભવાશે. લશ આઉટડોર પૂલ, ઇન્ડોર -આઉટડોર રેસ્ટોરન્ટની ડિઝાઇન્સ તમને યુનિક લાગશે. સાન્ટા મોનિકા પ્રોપર હૉટેલ- વર્લ્ડ ફેમસ ઇન્ટીરિયર ડિઝાઇનર કેલી વેલસ્ટેલરનું કામ ઐતિહાસિક અને આધુનિક ડિઝાઇનનું મિક્સચર છે. રૂફટોપ પૂલ અને ભવ્ય ભોજન સાથે લક્ઝરીનો અનુભવ તમને અહીં મળશે. શટર્સ ઓન ધી બીચ – આ એક્સક્લુસિવ હોટલ પણ દરિયાકાંઠે છે. પેસિફિક ઓશન તરફ ખૂલતા ઓરડાઓ તો મજાના છે પણ સર્વિસ પણ બહુ સારી છે. વાઇસરોય સેન્ટા મોનિકા -તમને વધુ આધુનિક લક્ઝરી જોઇતી હોય તો વાઇસરોય બેસ્ટ વિકલ્પ છે. અહીં અલ્ટ્રા-કૂલ પૂલસાઇડ અનુભવ, ડિઝાઇનર શોપિંગ અને હાઈ-એન્ડ ડાઇનિંગના વિકલ્પો છે.