15 May, 2025 08:36 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ અંકિશા પરમારને પાસ જાહેર કરીને શુભકામના પાઠવી હતી
ગુજરાતમાં તાજેતરમાં આવેલા ધોરણ ૧૦ના રિઝલ્ટમાં છોટાઉદેપુર જિલ્લાની અંકિશા પરમારે પરીક્ષા આપી હોવા છતાં તેને ગેરહાજર દર્શાવી નાપાસ જાહેર કરવામાં આવી હતી. જો કે શિક્ષણ વિભાગે હાથ ધરેલી તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે આ વિદ્યાર્થિનીએ ગેરસમજને કારણે પોતાના બેઠક-નંબર ૭૩ને બદલે અન્ય બેઠક-નંબર ૭૧ પરથી પરીક્ષા આપતાં ગોટાળો સર્જાયો હતો. શિક્ષણ વિભાગે વિદ્યાર્થિનીએ આપેલી પરીક્ષાનાં પેપરો ચેક કરતાં તે પાસ હતી. એટલે ગઈ કાલે તેને ગુજરાતના શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ પાસ જાહેર કરીને, પ્રોત્સાહિત કરીને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.