12 March, 2026 10:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દુર્ઘટના જ્યાં બની હતી એ સ્થળનું દૃશ્ય
અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર ગઈ કાલે એક ખુલ્લા પ્લૉટમાં આગ લાગતાં પ્લૉટમાં પાર્ક કરાયેલી કારોમાં આગ પ્રસરી ગઈ હતી. એના કારણે ૬ કાર આગમાં ખાખ થઈને ભસ્મીભૂત થઈ ગઈ હતી જ્યારે ૪ કારને નુકસાન થયું હતું. અમદાવાદ ફાયર-બ્રિગેડને આગ લાગ્યાની જાણ થતાં ફાયર-બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી. આગ કયા કારણોસર લાગી એની તપાસ હાથ ધરાઈ છે.
સાયન્સ સિટી રોડ પર ખુલ્લા પ્લૉટમાં બપોરે દોઢ વાગ્યે અચાનક આગ લાગી હતી. પ્લૉટમાં પાર્ક કરેલી કારોમાં આ આગ પ્રસરી ગઈ હતી. આ ઘટનાને પગલે થલતેજ ફાયર-સ્ટેશનમાંથી મિની
ફાયર-ફાઇટર અને બે ગજરાજ ફાયર-ટૅન્કર સાથે કુલ પાંચ વાહનો સાથે અમદાવાદ ફાયર ઍન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર-વિભાગના ૧૯ કર્મચારીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજે ૪૫,૦૦૦ લીટર પાણીનો મારો ચલાવીને આગને દોઢ કલાકે કાબૂમાં લીધી હતી. આગને કારણે પાર્કિંગમાં મુકાયેલી ૬ કાર સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્નસીબે આ આગમાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.