✕

અમદાવાદમાં ૬૪૨૪ સ્ટુડન્ટ્સે BHARAT રચીને બનાવ્યો એશિયા બુક ઑફ રેકૉર્ડ

07 October, 2026 01:11 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં ગઈ કાલે સવારે ૬૪૨૪ સ્ટુડન્ટ્સે એકઠા થઈ, માનવરંગોળી બનાવીને એશિયા બુક ઑફ રેકૉર્ડ કર્યો હતો.

માનવરંગોળી

અમદાવાદમાં ગઈ કાલે સવારે ૬૪૨૪ સ્ટુડન્ટ્સે એકઠા થઈ, માનવરંગોળી બનાવીને એશિયા બુક ઑફ રેકૉર્ડ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની તેમ જ શહેરની અન્ય સ્કૂલોના સ્ટુડન્ટ્સે ઑરેન્જ, યલો, રેડ, પર્પલ, ગ્રીન, બ્લુ અને વાઇટ ટી-શર્ટ અને કૅપ પહેરીને BHARAT શબ્દ બનાવ્યો હતો અને એની આસપાસ રંગબેરંગી વર્તુળ રચ્યું હતું. એના પગલે ‘લાર્જેસ્ટ હ્યુમન ફૉર્મેશન ડિપિક્ટિંગ અ કન્ટેમ્પરરી મંડલા આર્ટ’ સબ્જેક્ટ અંતર્ગત એશિયા બુક ઑફ રેકૉર્ડમાં એને સ્થાન મળ્યું હતું અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. રેકૉર્ડ થયા બાદ ‘કુમકુમનાં પગલાં પડ્યાં...’, ‘રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ...’ સહિતના ગરબા પર સ્ટુડન્ટ્સ ગરબે ઘૂમ્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિતના અગ્રણીઓએ સ્ટુડન્ટ્સને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવાનાં પચીસ વર્ષ પૂરાં થવા નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં વિશાળ માનવરંગોળીનો કાર્યક્રમ યોજાયો હતો.  

gujarat news gujarat ahmedabad ahmedabad municipal corporation