હે ભગવાન! ડૉક્ટરની આવી જીવલેણ બેદરકારી, પથરીને બદલે કિડીની કાઢી અને..

19 October, 2021 04:35 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ડૉક્ટરની આવી બેદરકારીના કેસ મામલે ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને પથરીની જગ્યાએ કિડની કાઢી નાખનારી બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

 ભગવાનના રૂપ ગણાતાં ડૉક્ટરથી ક્યારેક એવી ભૂલો થઈ જતી હોય છે, કાં તો દર્દીની જીંદગી બરબાદ થઈ જાય છે કે કાં તો સીધા ભગવાન પાસે જ પહોંચી જાય છે. આવી જ ઘટના ખેડાના એક દર્દી સાથે બની હતી અને દર્દીનું મોત થયું હતું. ખેડા જિલ્લાના આ દર્દીને પથરીના ઓપરેશન માટે બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો, જ્યાં ડોક્ટરે તેની ડાબી કિડની જ કાઢી નાખી. આ બાદ દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ અને ચાર મહિનામાં જ તેનું મોત થઈ ગયું.

ડૉક્ટરની આવી બેદરકારીના કેસ મામલે ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને પથરીની જગ્યાએ કિડની કાઢી નાખનારી બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ મામલામાં ગ્રાહક કોર્ટે હોસ્પિટલને ઓપરેશન દરિયાન તેના જ ડૉક્ટર દ્વારા કરાયેલી બેદરકાર માટે સીધા કે આડકતરી રીતે જવાબદાર માની કોર્ટે નિર્ણય આપ્યો હતો. 

કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે જ્યારે કર્મચારી દ્વારા રોજગારીના સ્થળ પર બેદરકારી દાખવવામાં આવી હોય ત્યારે આવી બેદરકારી માટે જવાબદારી રિસ્પોન્ડન્ટ સુપિરિયરના સિદ્ધાંત અનુસાર `માલિકને જવાબ આપવા દો`ને આધારિત છે. કોર્ટે આ સાથે જ હોસ્પિટલને મૃતક દર્દીના સંબંધીને દાખલ કર્યાના વર્ષ 2012 થી 7.5 ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવા આદેશ કર્યો છે.

શું હતો કેસ

આ ઘટના 2011માં ખેડા જિલ્લાના વંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલ સાથે બની હતી. તેમને કમરમાં દુખાવો અને પેશાબ કરવામાં આવતી સમસ્યાને કારણે બાલાસિનોર શહેરની કેજીએમ જનરલ હોલ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જયાં હોસપ્ટિલ તપાસમાં તેમની ડાબી કિડનીમાં 14 એમએમની પથરી હોવાનું સામે આવ્યું હતુ. જેની સર્જરી કરાવવા માટે તેમને સારી હોસ્પિટલમાં જવા કહેવાયું હતું, પરંતુ તેમણે ત્યાં જ ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું. ઓપરેશન બાદ ડોક્ટરે પરિવારને પથરીને જગ્યાએ તેમની કિડની કાઢવાનું જણાવતાં પરિવારજનો પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ ઘટના બાદ ડોક્ટરે દર્દીના ભલા માટે કિડની કાઢી હોવાની પરિવારને ખાતરી આપી હતી.  બાદમાં દર્દીની સમસ્યા વધતાં તેમણે અનેક મોટી મોટી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. પરંતુ આખરે 2012 તે દર્દીનું અવસાન થઈ ગયું. 

gujarat gujarat news