31 October, 2025 09:52 AM IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
સૌથી મોટો બાજરાનો રોટલો
જામનગરના હાપામાં જલારામ મંદિર સેવા ટ્રસ્ટ અને સુવર્ણમૂર્તિ પરિવાર દ્વારા ૨૨૬મી જલારામ જયંતી નિમિત્તે સૌથી મોટો બાજરાનો રોટલો બનાવવામાં આવ્યો હતો. ૨૦૦૫ની સાલમાં જાન્યુઆરી મહિનામાં આ પરંપરાની શરૂઆત થઈ હતી અને એ વખતે સાત બાય સાત ફુટના બાજરાના રોટલાને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એ પછી દર વર્ષે બે વાર આવડો રોટલો બનાવવામાં આવે છે અને એ માટે ૨૭ કિલો બાજરીનો લોટ, દોઢ કિલો નમક, ૫૦૦ ગ્રામ આદું-મરચાંના મસાલાનો ઉપયોગ થાય છે. લોટ બાંધવા માટે ત્રણ બાલદી ભરીને પાણી જોઈએ છે.
એક રોટલો તૈયાર કરવા માટે ત્રણ સ્વયંસેવકો કામ કરે છે અને તેઓ દોઢ કલાકમાં આ રોટલો તૈયાર કરી લે છે. આ વર્ષે પણ જલારામબાપાને આ રોટલો ધરાવાયો હતો અને પછી ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવ્યો હતો.