✕

ગુજરાતમાં કરજણ પાસે કારમાં CNG પુરાવતી વખતે બ્લાસ્ટ થયો

04 October, 2026 10:22 AM IST  |  vadodara | Gujarati Mid-day Correspondent

નૅશનલ હાઇવે 48 પર વડોદરા પાસે કરજણમાં એક ફ્યુઅલ-સ્ટેશન પર કારમાં કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) ભરવામાં આવી રહ્યો હતો ત્યારે ભયાનક વિસ્ફોટ થયો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

નૅશનલ હાઇવે 48 પર વડોદરા પાસે કરજણમાં એક ફ્યુઅલ-સ્ટેશન પર કારમાં કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) ભરવામાં આવી રહ્યો હતો ત્યારે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે કારનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને કારનાં પતરાંના તથા કાચના ટુકડા આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. પહેલી ઑક્ટોબરે બનેલી આ ઘટનાનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ગઈ કાલે વાઇરલ થયાં હતાં. આ ઘટનાને કારણે નજીકમાં રહેલાં અન્ય બે વાહનોને પણ નુકસાન થયું હતું. જોકે ગૅસ પુરાવતી વખતે કારમાં કોઈ પૅસેન્જર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ફાયર-ફાઇટર્સ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટના પાછળ કોઈ ટેક્નિકલ ખામી અથવા CNGની ટાંકીમાં વધુ પડતું પ્રેશર જવાબદાર હોવાની શક્યતા છે.

gujarat news vadodara fire incident