અમદાવાદમાં સળંગ ૧૨ કલાક સુધી વાંસળી વગાડીને કૃષ્ણજન્મની અનોખી ઉજવણી

21 August, 2022 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મની અનોખી ઉજવણી કરાઈ હતી.

અમદાવાદમાં બંસરી મ્યુઝિક સર્કલના વાદકોએ વાંસળી વગાડીને શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવમાં સૂરવંદના કરીને શ્રીજીને સૂર અર્પણ કર્યા.


અમદાવાદ ઃ અમદાવાદમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મની અનોખી ઉજવણી કરાઈ હતી. બંસરી મ્યુઝિક સર્કલના ૧૨થી ૬૫ વર્ષના બાંસુરીવાદકોએ સળંગ ૧૨ કલાક સુધી વાંસળી વગાડીને મુરલી મનોહરના જન્મોત્સવમાં વાંસળીના સૂરની અનોખી ભાવવંદના કરી હતી. કલાકારોએ આધ્યાત્મિક્તાનો અલગ સંયોગ રચીને સમય પ્રમાણે સારંગ, ભુપાલી, યમન સહિતના અલગ-અલગ રાગ વગાડવા ઉપરાંત ભજનો તેમ જ ધૂન વગાડીને પ્રભુભક્તિનો સૂરમય માહોલ રચાયો હતો. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અક્ષર પ્રાથમિક સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અટક્યા વગર સળંગ ૧૨ કલાક સુધી બાંસુરીવાદન કરીને વાંસળીના સાધકોએ સૂરોની અલખ જગાવીને ભાવિકોને ભાવવિભોર કર્યા હતા. બંસરી મ્યુઝિક સર્કલના માનવ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બપોરે ૧૨ વાગ્યાથી પ્રભુના જન્મ સમય એટલે કે રાત્રે ૧૨ વાગ્યા સુધી ૧૨ વર્ષથી લઈને ૬૫ વર્ષના સિનિયર સિટિઝન સહિત ૨૦ વાદકોએ વાંસળી વગાડી હતી.

gujarat news ahmedabad janmashtami