25 October, 2025 09:49 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મરનાર ભાવેશ
ગુજરાતના અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં રિક્ષાચાલક બનેવીને સાળાઓએ પાંચમા માળેથી નીચે ફેંકી દેતાં બનેવીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા ખાતે સેક્ટર-ત્રણમાં રહેતા ભાવેશ મકવાણા અને તેની પત્ની ભાવના વચ્ચે ઝઘડા થતા હતા જેના કારણે ગુરુવારે રાતે ભાવનાના બે ભાઈઓ તેમના ઘરે આવ્યા હતા અને ભાવેશ સાથે ઝઘડો કર્યો હતો. સાળાઓએ બનેવી ભાવેશને માર મારીને રસોડામાં લઈ જઈને કુકરથી માથામાં ઘા માર્યા હતા અને ઉપરથી નીચે ફેંકી દીધો હતો.
મરનાર ભાવેશના પિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.