અમદાવાદ: કૉંગ્રેસ નેતાના ભત્રીજાએ પત્નીને ગોળી મારી, પછી પોતે આત્મહત્યા કરી લીધી

22 January, 2026 02:37 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

યશરાજસિંહે પહેલા પોતાની પત્ની પર ગોળીબાર કર્યો અને પછી 108 ને ફોન કરીને પોતાના માથામાં ગોળી મારી લીધી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. ઘટના બાદ, NRI ટાવરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) માં ક્લાસ-1 અધિકારી, યશરાજસિંહ ગોહિલે બુધવારે મોડી રાત્રે તેમની પત્ની રાજેશ્વરી ગોહિલ, 30 ને ગોળી મારી અને બાદમાં તે જ પિસ્તોલથી પોતે પણ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૉશ જજીસ બંગલા રોડ NRI ટાવર ગોળીબારથી આ પરિસર ગુંજી ઉઠ્યો હતો. યશરાજસિંહ ગોહિલે બે મહિના પહેલા લગ્ન કર્યા હતા અને પછી તે જ પિસ્તોલથી આત્મહત્યા કરી લીધી હતી. હત્યા અને આત્મહત્યા પાછળ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને મુખ્ય કારણ માનવામાં આવે છે.

કેસ વિશે માહિતી

યશરાજસિંહે પહેલા પોતાની પત્ની પર ગોળીબાર કર્યો અને પછી 108 ને ફોન કરીને પોતાના માથામાં ગોળી મારી લીધી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. ઘટના બાદ, NRI ટાવરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને કડક પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ફ્લૅટના રહેવાસીઓ સિવાય કોઈને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. શક્તિસિંહ ગોહિલ અને અન્ય કૉંગ્રેસના નેતાઓ અસારવાની સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે મૃતક ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે કાર્યરત હતા. તાજેતરમાં યશરાજસિંહ ગોહિલને ક્લાસ-2 ઑફિસરમાંથી ક્લાસ-1 માં બઢતી આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરી ગોહિલ જજીસ બંગલા રોડ પર NRI ટાવરમાં રહેતા હતા. બન્નેના લગ્ન બે મહિના પહેલા થયા હતા. ગઈ કાલે મોડી રાત્રે યશરાજ અને તેમની પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડામાં પરિણમ્યો હતો. ઝઘડો વધતાં યશરાજે લાઇસન્સ પ્રાપ્ત બંદૂકથી પત્ની રાજેશ્વરી પર ગોળીબાર કર્યો હતો. પત્ની પર ગોળીબાર કરતી વખતે પત્ની પડી ગઈ હતી, તેથી યશરાજે 108 ને જાણ કરી હતી. 108 પહોંચતા જ ડૉક્ટરે રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નીકળતાં જ યશરાજે પણ હથિયારથી માથામાં ગોળી મારી દીધી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કર્યા બાદ ઝોન 1 ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર ઘટનામાં દંપતીનું મોત નીપજ્યું હતું. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ જાણી શકાયું નથી, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદના રિટાયર્ડ પ્રોફેસરને ​ડિજિટલ અરેસ્ટ કરીને ૭,૧૨,૮૪,૦૦૦ રૂપિયા પડાવી લેનારા ૧૨ જણ પકડાયા

તમે સેલિબ્રિટીને પૉર્નોગ્રાફી વિડિયો મોકલવામાં તેમ જ મની-લૉન્ડરિંગ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાથી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં તમારી સામે ફરિયાદ નોંધાઈ છે એવો નિવૃત્ત પ્રોફેસરને ફોન કરીને તેમને ડિજિટલ અરેસ્ટ કરીને ૭,૧૨,૮૪,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરનાર અમદાવાદ અને સુરતના ૧૨ આરોપીઓની ગૅન્ગને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. પકડાયેલા આરોપીઓ કંબોડિયા ખાતેથી સાઇબર ક્રાઇમ માટેનાં કૉલ-સેન્ટર ચલાવતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગૅન્ગ સાથે સંકળાયેલા હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે.    

ahmedabad Crime News murder case Gujarat Crime congress