અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજનું કર્યુ લોકાર્પણ

21 June, 2021 01:06 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં વૈષ્ણવ દેવી ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યુ છે.

અમિત શાહ ( ફાઈલ ફોટો)

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ ત્રણ બ્રિજનું લોકાર્પણ કરવાના છે. જેમાંથી એક બ્રિજ વૈષ્ણોદેવી જંક્શન અને ખોડીયાર કન્ટેનર ડેપો ફ્લાય ઓવર અને એક કલોલ એપીએમસી, રેલ્વે ઓવરબ્રિજ છે. અમિત શાહના હસ્તે  મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં અમદાવાદના વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

આ બ્રિજ દોઢ કિલોમીટર લાંબો છે. વૈષ્ણોદેવી ફ્લાયઓવર બનાવવા માટે 28 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના પરથી દરરોજ કેટલાય હજારો વાહન પસાર થશે.  બ્રિજના કારણે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે. 

આ ઉપરાંત  અમિત શાહે અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ખોડિયાર ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ છે. આ બ્રિજના નિર્માણ માટે 14 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હજી અન્ય બે બ્રિજનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.  

 

gujarat amit shah ahmedabad gujarati mid-day