03 April, 2025 06:54 AM IST | Dwarka | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી તેમની પદયાત્રા દરમિયાન લોકોને મળ્યા હતા
અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણી, જે વિશ્વના સૌથી પ્રભાવશાળી પરિવારોમાંના એક સભ્ય છે. વેપાર અને પરોપકાર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને કારણે અનંત જાણીતા છે. તાજેતરમાં, અનંતે પોતાના 30મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પવિત્ર દ્વારકાધીશ મંદિર સુધી એક અંગત પદયાત્રાની શરૂઆત કરી છે. શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક રૂપ, અનંત પોતાની ગૃહનગરી જામનગરથી દ્વારકા સુધી 140 કિમીથી વધુ ચાલી રહ્યાં છે. દિવસ દરમિયાન અવરોધ ઊભા ન થાય તે માટે તેઓ રાત્રે ચાલે છે અને આ પદયાત્રાને શુભ રામ નવમીના દિવસે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.
અનંતે પોતાના આરોગ્યને લઈ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે, છતાં તેમની પદયાત્રા પ્રત્યેની સમર્પિતતા અડગ રહી છે. બાળપણથી જ તેમને ગંભીર ફેફસાંની બીમારી, થાઇરોઇડની સમસ્યા અને કુશિંગ સિન્ડ્રોમ જેવા આરોગ્ય સંબંધિત સંઘર્ષો રહ્યા છે, જેના કારણે શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આજીવન આ આરોગ્ય સમસ્યાઓ હોવા છતાં, તેઓ ક્યારેય આને પોતાની ઓળખ તરીકે સ્વીકારી નથી. ધીરજ અને દ્રઢ મનોબળથી તેમણે આ પડકારોને હરાવી નાખ્યા છે.
અનંત અંબાણીનો આ સંઘર્ષ અને તકલીફો સામેની લડત તેમના ઉંડા વિશ્વાસ અને શ્રદ્ધાનો પ્રતીક છે. તેમની આ યાત્રા માત્ર ભક્તિ માટે નથી, પણ આ છે શ્રદ્ધા અને માનસિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ, જે તેમને જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપે છે.
પદયાત્રા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અનંતે
૧૪૦ કિલોમીટરથી વધુની આ યાત્રા દરમિયાન અનંત દ્વારકાધીશ મંદિર તરફ ચાલતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરતાં જોવા મળ્યા હતા. એક વીડિયોમાં, અનંત અંબાણી સુરક્ષા કર્મચારીઓ અને અનુયાયીઓથી સાથે ચાલતા હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળી રહ્યા છે. પોતાની યાત્રા વિશે વાત કરતા તેમણે કહ્યું, "આ પદયાત્રા જામનગરમાં અમારા ઘરથી દ્વારકા સુધી છે. તે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી છે, અને અમે બીજા બે થી ચાર દિવસમાં પહોંચીશું. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે." અનંતે યુવાનો માટે એક સંદેશ પણ શૅર કર્યો, જેમાં તેમને ભગવાન દ્વારકાધીશમાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. "હું યુવાનોને કહેવા માગુ છું કે ભગવાન દ્વારકાધીશમાં વિશ્વાસ રાખો અને કોઈપણ કાર્ય કરતા પહેલા તેમને યાદ કરો. તે કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. જ્યારે ભગવાન હાજર હોય છે, ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી," તેમણે કહ્યું.
છેલ્લા કેટલાક દિવસોથી, અનંત કડક સુરક્ષા હેઠળ દરરોજ રાત્રે 10-12 કિલોમીટર ચાલી રહ્યા છે. તે રસ્તામાં આવતા મંદિરોમાં પ્રાર્થના કરવા અને આશીર્વાદ મેળવવા માટે પણ રોકાઈ રહ્યો છે. 60 કિલોમીટરથી વધુ અંતર કાપી ચૂક્યા પછી, તે આગામી થોડા દિવસોમાં દ્વારકા પહોંચશે અને શ્રદ્ધા અને દૃઢ નિશ્ચય સાથે પોતાની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરશે તેવી અપેક્ષા છે.