23 August, 2026 09:17 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (BCI)ના ચૅરમૅન મનનકુમાર મિશ્રા
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા વારંવાર બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (BCI)ના ચૅરમૅન મનનકુમાર મિશ્રાના રાજીનામાની માગણી થઈ રહી છે. ઘણા વકીલોએ પણ કથિત અનિયમિતતાઓ અને NALSAR વિવાદને લઈને મનનકુમાર મિશ્રાનો વિરોધ કરીને તેમનું રાજીનામું માગ્યું હતું.
આ મુદ્દે ગઈ કાલે મનનકુમાર મિશ્રાએ કહ્યું હતું કે ‘હું પચીસ લાખ વકીલોનું પ્રતિનિધિત્વ કરું છે અને CJPના પાંચથી ૧૦ સમર્થકો અને સોશ્યલ મીડિયા પર કેટલાંક વાહિયાત તત્ત્વોને કારણે રાજીનામું નહીં આપું. મેં બારથી ૧૪ વર્ષ સુધી ચૅરમૅન તરીકે સેવા આપી છે કારણ કે હું ચૂંટાઈ આવ્યો હતો. સોશ્યલ મીડિયા પર ઘણીબધી બેજવાબદાર અને વાહિયાત કમેન્ટ્સ ફરતી થઈ છે. હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના મુદ્દે થયેલા વિવાનો લાભ લઈને આમ આદમી પાર્ટી અને કહેવાતા CJP જૂથના સભ્યોએ મારા રાજીનામાની માગણી શરૂ કરી છે, પણ એમ આસાનીથી હું પદ છોડીશ નહીં.’