BJPએ ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હર્ષદ પરમારને

31 March, 2026 09:29 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાજકીય તેમ જ સામાજિક કાર્યોમાં વર્ષોથી પ્રવૃત્ત હર્ષદ પરમાર ભૂતપૂર્વ વિધાનસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે

BJPએ જાહેર કરેલા ઉમેદવાર હર્ષદ પરમાર.

મધ્ય ગુજરાતમાં આવેલી ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ હર્ષદ પરમારને તેમના ઉમેદવાર જાહેર કર્યા છે. BJPના વિધાનસભ્ય ગોવિંદ પરમારના અવસાનને કારણે ઉમરેઠ બેઠક ખાલી પડી હતી એની પેટાચૂંટણી યોજાશે. ઉમેરઠ બેઠક માટે ૨૩ એપ્રિલે મતદાન યોજાશે અને ૪ મેએ મતગણતરી થશે. BJPએ જાહેર કરેલા ઉમેદવાર હર્ષદ પરમાર ગોવિંદ પરમારના પુત્ર છે. જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરનાર હર્ષદ પરમારનો વ્યવસાય ખેતી છે. BJPના તેઓ સક્રિય સભ્ય છે અને રાજકીય તેમ જ સામાજિક કાર્યોમાં તેઓ વર્ષોથી પ્રવૃત્ત છે. ચિખોદરા ગામમાં તેઓ ૨૦૦૭થી ૨૦૧૨ સુધી ઉપસરપંચ અને ૨૦૧૨થી ૨૦૨૨ સુધી સરપંચ તરીકે રહ્યા હતા. આણંદ તાલુકા સરપંચ અસોસિએશનના તેઓ ૨૦૧૭થી આજ સુધી પ્રમુખ છે.  

gujarat news gujarat government bhartiya janta party bjp bharatiya janata party gujarat politics