28 June, 2025 09:27 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
બુલડોઝર ફરી વળ્યું
જૂનાગઢમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ સહિતના ૧૦૭ ગુનામાં સંડોવાયેલા ગુનેગાર કારા રબારીના લીરબાઈપરામાં આવેલા અને ૭૫૦ ચોરસ મીટરમાં બનાવેલા ગેરકાયદે બંગલા તેમ જ કેન્દ્રીય વિદ્યાલય પાસે ૩૫૦૦ ચોરસ મીટરની જગ્યામાં બનાવેલા ગેરકાયદે ફાર્મ-હાઉસ પર ગઈ કાલે બુલડોઝર ફરી વળ્યું હતું. ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતાં ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ જ રહેશે. આ અભિયાનના ભાગરૂપે ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના બંગલા પર અને તેના વૈભવી ફાર્મ-હાઉસ પર બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરી છે.’