13 October, 2025 09:17 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આ ફોર-લેન રોડને બનાવતાં ૧૦ મહિના લાગ્યા હતા.
દિવાળી-કાળી ચૌદસના તહેવારોમાં મહુડી તીર્થનાં દર્શને જનારા યાત્રિકોને વાહનવ્યવહાર માટે સુલભતા થશે. રવિવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ મહુડીને પીલવાઈ સાથે જોડતા સાડાચાર કિલોમીટરના રોડનું લોકાર્પણ કર્યું હતું. આ ફોર-લેન રોડ ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ રોડથી મહુડી જતા શ્રદ્ધાળુઓને સારી સુવિધા મળવા ઉપરાંત સમય અને ફ્યુઅલની બચત થશે. અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગનું વિસ્તૃતીકરણ કરવાથી ટ્રાફિક જૅમની સમસ્યા હળવી થશે. આ ફોર-લેન રોડને બનાવતાં ૧૦ મહિના લાગ્યા હતા.