07 June, 2025 02:24 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
ઑપરેશન સિંદૂર સર્કલ
સુરતમાં ૩૧ મેએ પાલ-હજીરા રોડ પર ઑપરેશન સિંદૂર લખેલું અને ફાઇટર જેટની પ્રતિકૃતિ ધરાવતું એક સર્કલ અચાનક બની ગયું હતું. દેશભક્તિના માહોલ હેઠળ આ સર્કલની તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ હતી. જોકે આ સર્કલ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાની કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી. આ ઢાંચો ટ્રાફિક માટે અવરોધરૂપ બનતો હતો એટલે એ સર્કલ બનાવનાર યશ્વી ફાઉન્ડેશનને નોટિસ મોકલવામાં આવી હતી. વાત વધુ વણસે એ પહેલાં છઠ્ઠી જૂનની રાતે એને ત્યાંથી હટાવી પણ લેવામાં આવ્યું.