21 June, 2026 08:49 AM IST | vadodara | Gujarati Mid-day Correspondent
યુસુફ પઠાણ
ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય યુસુફ પઠાણે વડોદરામાં કૉર્પોરેશનના કબજે કરેલા પ્લૉટ સહિત ૭ પ્લૉટની હરાજી કરવાનો નિર્ણય વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને લીધો છે.
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની શુક્રવારે મળેલી સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં ૭ પ્લૉટોની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. સામાન્ય સભાની મંજૂરી બાદ આ તમામ પ્લૉટોની હરાજી થશે. વડોદરા કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીનાં ચૅરમૅન વર્ષા વ્યાસે મીડિયાને કહ્યું હતું કે ‘ગુજરાત હાઈ કોર્ટે તેમને કહ્યું હતું કે કૉર્પોરેશનના પ્લૉટને ખાલી કરો, દબાણ ખાલી કરો અને તે સમજુ વ્યક્તિ છે કે આ દબાણ છે. અત્યારે જે ૭ પ્લૉટ લીધા એમાં તેમનો પ્લૉટ કહી ન શકાય, આ બધા જ પ્લૉટ કૉર્પોરેશનના છે.’
ઉલ્લેખનીય છે કે વડોદરાના તાંદળજા વિસ્તારમાં યુસુફ પઠાણે ૯૭૮ ચોરસ મીટર પ્લૉટ મેળવવા માટે કૉર્પોરેશનમાં ૨૦૧૨માં અરજી કરી હતી જેને કૉર્પોરેશને મંજૂરી આપી હતી. જોકે ગુજરાત સરકારે એને ફગાવી દીધી હતી. આ જગ્યા પર બાઉન્ડરી-વૉલ અને પશુઓ માટે શેડ બનાવી દઈને દબાણ કર્યું હતું. આ મુદ્દે ગુજરાત હાઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કૉન્ગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, બળવાખોર વિધાનસભ્યોની ફરિયાદ બાદ સાઇબર પોલીસની કાર્યવાહી
પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ને વધુ એક આકરો આંચકો લાગ્યો છે. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે TMCનાં ૩ મુખ્ય બૅન્ક-ખાતાંને ડેબિટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. આ ત્રણેય અકાઉન્ટ્સમાં આશરે ૪૪૦ કરોડ રૂપિયાની જંગી રકમ જમા છે, જેમાંથી હવે પાર્ટી ન તો પૈસા ઉપાડી શકશે અને ન તો કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કે ટ્રાન્સફર કરી શકશે. ખાનગી ક્ષેત્રની એક બૅન્કમાં રાખવામાં આવેલાં આ ખાતાં પર આ કડક કાર્યવાહી પાર્ટીના જ બળવાખોર વિધાનસભ્યોની સત્તાવાર ફરિયાદ બાદ કરવામાં આવી છે.