સોમનાથ મંદિર પર ધ્વજા ચડાવવાનો લહાવો ભાવિકો જાતે લઈ શકશે

27 July, 2021 03:28 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

આ સિસ્ટમ પાટીદાર અગ્રણી નરેશ પટેલે સોમનાથ મંદિરને અર્પણ કરી છે અને તેમણે ધ્વજાપૂજા કરીને સોમનાથદાદાને ધ્વજા ચડાવી હતી.

સોમનાથ મંદિર પર ધ્વજા ચડાવવાનો લહાવો ભાવિકો જાતે લઈ શકશે

સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં દેવાધિદેવ સોમનાથદાદાના મંદિર પર ધ્વજા ચડાવવાનો લહાવો હવેથી ભાવિકો પોતાની જાતે લઈ શકશે. સોમનાથ મંદિર ખાતે ધ્વજા ચડાવવા માટેની સિસ્ટમ ડેવલપ કરાઈ છે. પહેલાં મંદિરના કર્મચારીઓ મંદિર પર ચડીને શિખર પર જઈ ધ્વજા ચડાવતા હતા, પરંતુ હવે નીચે રહીને ભાવિકો તેમના હાથે ધ્વજા ચડાવી શકે એ માટે બેરિંગ જેવા ચક્કરમાં દોરી ભરાવી દોરી ખેંચવાથી ધ્વજા ઉપર તરફ જશે. આ સિસ્ટમ પાટીદાર અગ્રણી નરેશ પટેલે સોમનાથ મંદિરને અર્પણ કરી છે અને તેમણે ધ્વજાપૂજા કરીને સોમનાથદાદાને ધ્વજા ચડાવી હતી.
સોમનાથ મંદિર પર ૨૧ મીટર કાપડમાંથી ૩૩ ફુટ લંબાઈની ધ્વજા તૈયાર કરવામાં આવે છે. મંદિર પરિસરમાં ૪૦ મિનિટ સુધી ધ્વજાપૂજા થાય છે એ પછી ધ્વજારોહણ કરવામાં આવે છે.

Gujarat shailesh nayak