Tokyo Olympic:મહિલા હોકી ટીમ જીતશે તો સુરતના સવજી ધોળકીયા કાર અથવા ઘર આપશે ગિફ્ટમાં

04 August, 2021 01:43 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સુરતના હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક અને હીરાના વેપારી સવજી ધોળકિયાએ ભારતીય મહિલા હોકીની ટીમ માટે મહત્વની જાહેરાત કરી છે.

ભારતીય મહિલા હોકી ટીમ

સુરતના હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક અને હીરાના વેપારી સવજી ધોળકિયાએ ભારતીય મહિલા હોકીની ટીમ માટે મહત્વની જાહેરાત કરી છે. સવજી ધોળકિયાએ ટ્વિટ કરી ઘોષણા કરી છે કે જો ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ટીમ જીતશે તો તેમનો નાણાકિય સહાય તરીકે 11 લાખ ઘર માટે અથવા તો  કાર આપવામાં આવશે. 

સવજી ધોળકિયાએ તેમના ટ્વિટર પર જાહેરાત કરી છે કે ઓલમ્પિકમાં રમી રહેલી મહિલા હોકી ટીમ ફાઇનલમાં વિજેતા થશે તો તેઓ તેમને 11 લાખ રૂપિયાનું ઘર અથવા કાર ગીફ્ટરુપે આપશે. એટલું જ નહીં જો કોઈ ખેલાડીને આર્થિક રીતે મદદની જરૂર હશે તો તેમની કંપની તરફથી તે ખેલાડીને મદદ કરવાની તૈયારી પણ બતાવી છે. હાલમાં ટોકિયો ઓલમ્પિક (Tokyo Olympic)માં ભારતીય રમતવીરો અદભુત પરફોર્મન્સ બતાવીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. 

ટોક્યો ઓલિમ્પિક( tokyo Olympic)માં મહિલા હોકી ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, તેને લઈને પણ ભારતીયોનો ઉત્સાહ આસમાને છે.
ભારતીય હોકી ટીમ પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવીને ઓલમ્પિકના સેમીફાઈનલમાં પહોંચી છે. ત્યારે 130 કરોડ ભારતવાસીઓને આપણી ટીમ પ્રત્યે ઘણી અપેક્ષા છે. સવજી ધોળકિયાએ આ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમનો આ નાનો પ્રયાસ છે, જેથી તેઓ દેશને હજી વધારે ગૌરવ અપાવી શકે.

આ પહેલા સવજી ધોળકિયા તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને ગિફ્ટ સ્વરૂપે કાર, બાઈક અને ઘરની ભેટ આપી ચુક્યા છે. દિવાળીમાં ઘર અને ગાડીનું બોનસ આપીને સવજી ધોળકિયા લાઈમ લાઈટમાં આવ્યા હતા અને હવે ફરી વખત તેમને મહિલા હોકી ટીમને પ્રોત્સાહન આપવા અને તેમનો ઉત્સાહ વધારવા આ જાહેરાત કરી છે.

 

gujarat surat indian womens hockey team tokyo tokyo olympics 2020