શૈલેષભાઈ, આવવાનું છે? આવવું હોય તો બેસી જાઓ, અમે તો ક્યાં ના પાડીએ છીએ

08 May, 2022 09:13 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

જામનગરની કથા દરમ્યાન ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કૉન્ગ્રેસના વિધાનસભ્ય શૈલેષ પરમારને ઑફર કરતાં રમૂજ ફેલાઈ

જામનગરની કથા દરમ્યાન ગઈ કાલે કારમાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલ અને કાર પાસે ગળામાં પીળો ખેસ પહેરેલા શૈલેષ પરમાર.

સૌરાષ્ટ્રના જામનગરની કથા દરમ્યાન ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કૉન્ગ્રેસના વિધાનસભ્ય શૈલેષ પરમારને ઑફર કરતાં કહ્યું હતું કે ‘શૈલેષભાઈ, આવવાનું છે?, બેસી જાઓ, અમે તો ક્યાં ના પાડીએ છીએ.’ આમ કહેતાં જ ભારે રમૂજ ફેલાઈ હતી અને ખુદ શૈલેષ પરમાર પણ હસવું રોકી શક્યા નહોતા.

સૌરાષ્ટ્રના જામનગરમાં ચાલી રહેલી ભાગવદ કથામાં ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કૉન્ગ્રેસના વિધાનસભ્ય શૈલેષ પરમાર સહિતના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ કથામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઉપસ્થિત નેતાઓ તેમને કાર સુધી મૂકવા ગયા હતા જેમાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય શૈલેષ પરમાર પણ તેમની કાર સુધી ગયા હતા. આ સમયે કારમાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલે શૈલેષ પરમારને કહ્યું હતું કે ‘શૈલેષભાઈ, આવવું છે?, આવવું હોય તો બેસી જાઓ. હેંડો, અમે તો ક્યાં ના પાડીએ છીએ, જેને આવવું હોય, તમારે આવવું હોય તો આવો.’ આમ કહીને શૈલેષ પરમારને ભૂપેન્દ્ર પટેલે તેમની કારમાં બેસવાની ઑફર કરી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી જે રીતે કૉન્ગ્રેસના વિધાનસભ્યો બીજેપીમાં જોડાઈ રહ્યા છે એ જોતાં આ સંવાદ સાંભળીને ઉપસ્થિત સૌકોઈ હસી પડ્યા હતા અને રમૂજ ફેલાઈ હતી. 

gujarat gujarat news bhupendra patel shailesh nayak