કચ્છના નખત્રાણામાં ટેમ્પોમાં થયો ધડાકો બે બાળકો સહિત ૪ જણનાં મોત

23 August, 2026 09:15 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

ગુજરાતના કચ્છ જિલ્લામાં નખત્રાણાને અડીને આવેલા કોટડા જડોદરમાં ગઈ કાલે ભંગારવાડામાં બ્લાસ્ટ થયો હતો.

વાહનમાં એવું તે શું હતું કે આવો ભયાનક વિસ્ફોટ થયો એ ચર્ચાનો વિષય બન્યો હતો.  

ગુજરાતના કચ્છ જિલ્લામાં નખત્રાણાને અડીને આવેલા કોટડા જડોદરમાં ગઈ કાલે ભંગારવાડામાં બ્લાસ્ટ થયો હતો. એમાં બે બાળકો સહિત એક જ પરિવારના ૪ લોકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો હતી.

ભંગારવાડામાં એક ટેમ્પોમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આ દુર્ઘટનામાં એક જ પરિવારના ૪ લોકોનાં મોત થયાં હતાં. એમાં ૩ વર્ષનાં બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ એવો પ્રચંડ હતો કે દૂર-દૂર સુધી એનો અવાજ સંભળાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. વાહનમાં એવું તે શું હતું કે આવો ભયાનક વિસ્ફોટ થયો એ ચર્ચાનો વિષય બન્યો હતો.  

gujarat news gujarat kutch fire incident