03 December, 2025 07:52 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદના વિરાટનગરમાં લાગેલી આગને બુઝાવી રહેલા ફાયર-બ્રિગેડના જવાનો.
અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ કૉમ્પ્લેક્સમાં શ્રી જયદીપ ઑઇલ ડેપોની બે દુકાનોમાં આગ લાગી હતી. દુકાનમાં પુષ્કળ માત્રામાં તેલ પડ્યું હોવાથી આગ ખૂબ ઝડપથી ભભૂકી ઊઠી હતી અને આસપાસની ૧૮ દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. આ કૉમ્પ્લેક્સને અડીને જ એક રેસિડેન્શિયલ સોસાયટીમાં પ્રવેશવાનો ગેટ આવેલો હોવાથી ત્યાંના રહેવાસીઓના જીવ પણ પડીકે બંધાઈ ગયા હતા. ફાયર-બ્રિગેડની ૨૪ ગાડીઓ અને ૭૦ કર્મચારીઓએ એક લાખ લીટરથી વધુ પાણી અને એક હજાર લીટર ફોમનો ઉપયોગ કરીને આગને દોઢ જ કલાકમાં કાબૂમાં લઈ લીધી હતી. કૉમ્પ્લેક્સની પાછળ આવેલી સોસાયટીનાં ૮ ઘરોને પણ આગને કારણે ડૅમેજ થયું હતું.
આગ ક્યાં અને કેવી રીતે લાગી એની તપાસમાં જાણવા મળ્યું હતું કે જે ઑઇલની દુકાનમાં આગ લાગી હતી એ ગેરકાનૂની રીતે કાર્યરત હતી.