સુરતની કડોદરા GIDCની કંપનીમાં આગ ભભૂકી,  2 લોકોના મોત, 125 લોકોનો બચાવ

18 October, 2021 11:42 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કડોદરાની વિવા પેકેજિંગ કંપની (Viva Packaging Company)માં આગ ભભૂકી હતી. આગની ઘટનામાં બે મજૂરોના મોત થયા છે.

પ્રતીકાત્મક તસવીર

સોમવારે સુરત(surat)માં એક કંપનીમાં ભીષણ આગ(Fire)લાગવવાથી અફરા-તફરી મચી ગઈ હતી. કડોદરાની વિવા પેકેજિંગ કંપની (Viva Packaging Company)માં આગ ભભૂકી હતી. આગની ઘટનામાં બે મજૂરોના મોત થયા છે જ્યારે 125 જેટલા શ્રમિકોને સુરક્ષિત બચાવવામાં આવ્યાં છે. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.

આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મુકી હતી. આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને સવારે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. આ ઘટના ત્યારે બની જ્યારે પાંચમા માળે મજૂરો કામ કરી રહ્યાં હતાં, આગ લાગવવાને કારણે મજૂરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોતાનો જીવ બચાવવાં કેટલાક મજુરોએ છલાંગ લગાવી હતી.  જેમાંથી 2 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે,જ્યારે 125 શ્રમિકને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યાં હતાં. 

આગ પહેલા માળે લાગી હતી પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી વાયુવેગે આગ અન્ય માળમાં ફેલાઈ હતી. આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે. 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જ્યારે આગ લાગી ત્યારે ઘણા કામદારો પાંચમા માળે કામ કરી રહ્યા હતા, આગની જ્વાળાઓ વધતી જોઈને કામદારો ખૂબ જ ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા માટે પાંચમા માળેથી કૂદવાનું શરૂ કર્યું. તે જ સમયે સુરતના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવાની સાથે રાહત અને બચાવ કાર્ય પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, સાથે જ ઘટનાનું કારણ પણ શોધી કાઢવામાં આવશે.


 

gujarat gujarat news surat