૩૦ જૂનથી ગાંધીધામ–બાંદરા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી

25 June, 2022 12:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ ટ્રેન આમ તો ૩૦ જૂન સુધી ચાલવાની હતી પરંતુ એને ૨૮ જુલાઈ સુધી લંબાવી હતી. બાદમાં નવો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર ગુરુવારે આ ટ્રેન બાંદરા અને ગાંધીધામથી ઊપડતી હતી

પ્રતીકાત્મક તસવીર

૩૦ જૂનથી ગાંધીધામ–બાંદરા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી છે.
રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે ટ્રેન-નંબર ૦૯૪૧૬–૦૯૪૧૫ ગાંધીધામ–બાંદરા ટર્મિનસ–ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ૩૦ જૂનથી રદ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ ટ્રેન આમ તો ૩૦ જૂન સુધી ચાલવાની હતી પરંતુ એને ૨૮ જુલાઈ સુધી લંબાવી હતી. બાદમાં નવો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર ગુરુવારે આ ટ્રેન બાંદરા અને ગાંધીધામથી ઊપડતી હતી અને બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી અને ભચાઉ સ્ટેશનો પર સ્ટૉપ અપાયાં છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના રેલ વ્યવહાર માટે આ મહત્વની ટ્રેન હતી. 

ahmedabad gujarat gujarat news gandhidham bandra