કિન્નાખોરી રાખી મારી સિક્યૉરિટીનું લાઇસન્સ રદ કરાયું : કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો આક્ષેપ

08 June, 2021 02:06 PM IST  |  Ahmedabad | Agency

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ‘મને આર્થિક રીતે તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મિડ-ડે લોગો

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ‘મને આર્થિક રીતે તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના ઇશારે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યો છું. મારી સિક્યૉરિટી એજન્સીઓનું લાઇસન્સ રદ કરવા કહ્યું છે. જો આગામી દિવસોમાં લાઇસન્સ રદ કરવામાં આવશે તો સચિવાલય તરફ કૂચ કરી ધરણા પ્રદર્શન અને પ્રદીપસિંહ જાડેજાનો વિરોધ કરવામાં આવશે.’

રાજ શેખાવતે ગઈ કાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ‘પદ્માવત ફિલ્મ વખતે થયેલા વિરોધ-પ્રદર્શન મામલે થયેલા કેસો પાછા ખેંચવા સરકાર પર દબાણ કર્યું. અમરેલીમાં હેમુભાને ન્યાય આપવામાં ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હતું. અમરેલીના લુવારા ગામમાં રાજપૂત સમાજની દીકરીને ન્યાય અપાવવા અવાજ ઉઠાવ્યો,  આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મને ટાર્ગેટ કરવામા આવે છે.’

gujarat ahmedabad