ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં BJPનો વિજય: હર્ષદ પરમારે ૩૦,૭૪૩ મતની સરસાઈથી જીત મેળવી

05 May, 2026 07:15 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર હર્ષદ પરમારનો વિજય થયો છે.

BJPના વિજેતા ઉમેદવાર હર્ષદ પરમારને આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર વધાવીને અભિનંદન આપ્યાં હતાં.

ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર હર્ષદ પરમારનો વિજય થયો છે. ગુજરાત વિધાનસભાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ૨૩ એપ્રિલે મતદાન થયું હતું જેની મતગણતરી ગઈ કાલે થઈ હતી. ૧,૪૨,૮૭૭ વૅલિડ વોટમાંથી BJPના ઉમેદવાર હર્ષદ પરમારને કુલ ૮૫,૫૦૦ મત મળ્યા હતા જ્યારે તેમનાથી નજીકના પ્રતિસ્પર્ધી ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને ૫૪,૭૫૭ મત મળ્યા હતા. આમ BJPના ઉમેદવાર હર્ષદ પરમારનો ૩૦,૭૪૩ મતની સરસાઈથી ઉમરેઠ વિધાનસભા બેઠક પર વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે ૨૩૩૫ મતદારોએ નન ઑફ ધ અબોવ (NOTA) પર પસંદગી ઉતારી હતી. 

gujarat news gujarat bhartiya janta party bjp bharatiya janata party gujarat elections political news