18 November, 2025 09:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ સતર્ક બની છે અને છેલ્લાં ૩૦ વર્ષમાં ગુજરાતનાં પોલીસ-સ્ટેશનોમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં ઝડપાયેલા આરોપીઓનું ચેકિંગ કરવા ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે ગુજરાતનાં તમામ પોલીસ-સ્ટેશનોને સૂચના આપી છે.
વિકાસ સહાયે કહ્યું હતું કે ‘છેલ્લાં ૩૦ વર્ષમાં ગુજરાતનાં અલગ-અલગ પોલીસ-સ્ટેશનોમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ કરી વેરિફિકેશન પ્રક્રિયાને અંતે ડોસિયર તૈયાર કરવાની કાર્યવાહી ૧૦૦ કલાકમાં પૂરી કરવાની દરેક પોલીસ-સ્ટેશનને સૂચના આપવામાં આવી છે.’