વડોદરામાં નવરાત્રિની મોડી રાતે સગીરા પર તેના જ મિત્રની સામે સામૂહિક બળાત્કાર, પોલીસ તપાસ શરૂ

05 October, 2024 05:15 PM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

Gujarat Crime News: આ પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તે શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં લગભગ રાત્રે 11 વાગ્યે તેના એક મિત્રને મળવા નીકળી હતી. તેઓ બન્ને સ્કૂટી પર ભાયલી વિસ્તારમાંથી પાછા ફરી રહ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતમાં નવરાત્રિ ઉત્સવ (Gujarat Crime News) દરમિયાન મોડી રાત સુધી ગરબા રમનાર લોકોની સુરક્ષા માટે પ્રશાસન દ્વારા અનેક અનેક પગલાં લેવામાં આવ્યા છે, જોકે તે માત્ર સરકારના કાગળ પર જ રહી ગયો હોય એવું લાગી રહ્યું છે કારણ કે હાલમાં ગુજરાતના વડોદરામાં ગરબાની મોડી રાત્રે એક સગીરા પણ તેના જ મિત્રો સામે બળાત્કાર ગુજારવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.

વડોદરાની ઘટના બાબતે શનિવારે પોલીસ અધિકારીએ કહ્યું હતું એક કિશોરી પર બે અજાણ્યા લોકો દ્વારા કથિત રીતે બળાત્કાર (Gujarat Crime News) ગુજારવામાં આવ્યો હતો. આરોપીના સાથીદારે પીડિતા અને તેના મિત્રને ગુજરાતના વડોદરા શહેરની સીમમાં આવેલા નિર્જન વિસ્તાર પર રોક્યા હતા. કથિત અપરાધ નવરાત્રીની રાત્રે કરવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર શહેરમાં આયોજિત ગરબા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા હતા.

વડોદરા (ગ્રામ્ય)ના પોલીસ અધિક્ષક (Gujarat Crime News) રોહન આનંદે જણાવ્યું હતું કે, આ પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તે શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં લગભગ રાત્રે 11 વાગ્યે તેના એક મિત્રને મળવા નીકળી હતી. તેઓ બન્ને સ્કૂટી પર ભાયલી વિસ્તારમાંથી પાછા ફરી રહ્યા હતા જ્યારે મધ્યરાત્રિની આસપાસ, ટુ-વ્હીલર પર સવાર પાંચ વ્યક્તિઓએ તેમને એક અલગ રસ્તા પર અટકાવ્યા હતા. તેમાંથી બે લોકો સાથે તેમની થોડી દલીલ થયા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા પણ બીજા ત્રણ લોકો ત્યાં જ રહી ગયા હતા. આ ત્રણમાંથી બે વ્યક્તિઓએ કિશોરી પર બળાત્કાર કર્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ તેના પુરુષ મિત્રને પકડીને રાખ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ ઘટના થયા બાદ તરત જ પીડિતાએ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી વિસ્તારને ઘેરી લીધો અને પુરાવા એકત્ર કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ (Gujarat Crime News) અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને ગુનેગારોને ઓળખવા માટે ટીમો બનાવવામાં આવી છે, એમ પણ પોલીસ અધિકારી કહ્યું હતું.

ગુજરાત સરકારે આ વર્ષના નવરાત્રી (Gujarat Crime News) તહેવાર માટે ગરબાની ઉજવણીના સમય પરના નિયંત્રણો હટાવ્યા છે. તેમ જ વધુ એક ઘટનામાં 21 વર્ષીય મહિલા પર ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કથિત રૂપે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ પીડિતાના મિત્રબે કપડા અને બેલ્ટનો ઉપયોગ કરીને બાંધી દેવાયો હતો અને તેના પર હુમલો કર્યો હતો, ગુરુવારે રાત્રે મહારાષ્ટ્રના પુણેની બહારના એક અલગ જગ્યાએ, આ ઘટના બની હોવાની માહિતી પોલીસે આપી હતી. ગુજરાતમાં નવરાત્રિનો આનંદ-ઉત્સાહના વાતાવરણમાં પ્રારંભ થયો છે ત્યારે ગુજરાત પોલીસે ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓની સલામતી માટે વ્યવસ્થા ગોઠવી છે. ગરબા રમતાં બહેન-દીકરીઓને જો મોડું થાય અને એકલાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પોલીસને જાણ કરાશે તો પોલીસ સલામતીપૂર્વક તેમને ઘર સુધી મૂકી જશે.

Gujarat Crime Rape Case sexual crime Crime News vadodara gujarat news navratri