બીજેપી ૧૪૦, કૉન્ગ્રેસ ૩૪, આપ ૮

23 November, 2022 09:23 AM IST  |  Ahmedabad | Rashmin Shah

બીજેપી રાજી-રાજી થઈ જાય એવું તારણ સટ્ટાબજારમાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં બીજેપી નવો રેકૉર્ડ બનાવશે એવા અનુમાન સાથે સટ્ટાબજારમાં ગઈ કાલથી આ રિઝલ્ટ પર બેટિંગ શરૂ થયું છે

ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભાના બન્ને તબક્કાનાં ઇલેક્શન માટે અંતે કેટલા અને કયા ઉમેદવારો મેદાનમાં છે એ ગઈ કાલે સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતની ૧૮૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (બીજેપી), કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી (એએપી-આપ) અને અપક્ષ સહિત કુલ ૭ પાર્ટીના ૧૬૨૧ કૅન્ડિ,ડેટ ઇલેક્શન લડશે. આ ઇલેક્શનમાં બીજેપી ક્લિયર મૅજોરિટી તો ઠીક, અગાઉના તમામ રેકૉર્ડ પણ તોડશે એવું આ ફાઇનલ પિજક્ચર જોયા પછી સટ્ટાબજારમાં તારણ મુકાયું છે અને બેટિંગ પણ એ જ અનુમાન સાથે શરૂ થયું છે.

ફાઇનલ રિઝલ્ટના શરૂ થયેલા બેટિંગમાં બીજેપીને ૧૪૦ બેઠક મળશે એવું કહેવામાં આવ્યું છે, તો કૉન્ગ્રેસને ૩પ અને આમ આદમી પાર્ટીને ૮ બેઠક મળશે. આ રિઝલ્ટ માટેનો ભાવ ૩.પ૦ પૈસા ખૂલ્યો છે, જેમાં પ્રાઇસ લાગવાનું પણ શરૂ થયું છે. દેશના બહુ જાણીતા બુકી આર.આર.ના કહેવા મુજબ ‘લોકો ભાવ લગાડે એ વહેણ પણ દેખાડે એવું કહી શકાય. છેલ્લા એક વીકમાં જે પ્રકારે બીજેપીએ નેગેટિગવિટી હટાવીને લોકો સુધી પહોંચવાનું શરૂ કર્યું છે એ જોતાં આટલી બેઠકનો અંદાજ સ્પષ્ટ છે.’

ગુજરાતમાં બીજેપીનું શાસન નથી આવતું એ પૉઇન્ટ પણ બુકી-માર્કેટમાં ઓપન થયો છે, પણ એમાં સૌથી ઓછી બિડ આવે છે. રાજસ્થાન લાઇન પર કામ કરતા જયપુરના બુકી એસ.આર.ના કહેવા મુજબ આવેલી આ બિડ પણ કૉન્ગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલાઓની હોય એવી પૂરતી શક્યતા છે.

બીજા તબક્કાનું પિક્ચર ક્લિયર નહોતું થયું ત્યારે જ બુકીઓએ ગુજરાતમાં બીજેપીના શાસન પર બિડ લેવાનું શરૂ કરી દીધું હતું. એવા સમયે બીજેપીને ૧૩૦ સીટના અનુમાન પર કામ ચાલતું હતું, તો કૉન્ગ્રેસને ૪પ અને આમ આદમી પાર્ટીને ત્યારે પણ ૮ બેઠક આપવામાં આવતી હતી, પણ બીજા તબક્કાનું પિક્ચર ક્લિયર થતાં બીજેપીની ૧૦ બેઠક વધી ગઈ છે અને કૉન્ગ્રેસમાં સીધો જ ઘટાડો થયો છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP congress Gujarat Congress narendra modi arvind kejriwal Rashmin Shah