કહો, આ ભાઈ કોને ટેકો આપે છે?

05 December, 2022 08:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ જોવા મળશે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ જોવા મળશે. આ વખતની ચૂંટણીમાં બીજેપી, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મતદારોના મત મેળવવા માટે ખૂબ જ પ્રચાર કર્યો છે, પણ મતદારને કોઈ કળી ન શકે એની સાક્ષી આ તસવીરને માની શકાય. આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે ગુજરાતમાં ત્રિપાંખિયા ચૂંટણીજંગની જેમ ત્રણ-ત્રણ પક્ષનાં ચિહ્ન સાથેની આ માર્મિક તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે, જેમાં ટોપી કૉન્ગ્રેસની, ખેસ બીજેપીનો અને હાથમાં ઝાડુ પકડીને ચા પીતા આ ભાઈની તસવીર સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ છે. મતદારો કોને મત આપશે એ તો પરિણામો જાહેર થશે ત્યારે જ ખબર પડશે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022