જોઈ લો, કલ, આજ ઔર કલનું મિલન

02 December, 2022 08:34 AM IST  |  Rajkot | Rashmin Shah

એક્ઝામની તૈયારી વચ્ચે અમદાવાદમાં ભણતી પ્રિયંકા ટાંક રાજકોટ આવી અને પપ્પા તથા દાદા સાથે મળીને ત્રણ જનરેશને વોટિંગ કર્યું

પ્રિયંકા ટાંક ત્રણ જનરેશન સાથે

ગુજરાતના પ્રથમ તબક્કાના વોટિંગમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે યંગસ્ટર્સમાં મતદાન પ્રત્યે જબરદસ્ત જાગૃતિ આવી છે અને તેઓ પોતાના વોટનો ઉપયોગ શાણપણ સાથે કરી રહ્યા છે.
ગઈ કાલે પ્રથમ તબક્કાના વોટિંગ માટે અમદાવાદમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણતી અને આજથી જેની સેમેસ્ટર એક્ઝામ ચાલુ થાય છે એવી પ્રિયંકા ટાંકે ચાર કલાક ટ્રાવેલ કરીને ખાસ રાજકોટ પહોંચી ગઈ હતી અને પોતાની લાઇફનું પહેલું મતદાન તેણે પપ્પા અને દાદા સાથે કર્યું હતું. ત્રણ જનરેશને એકસાથે વોટિંગ કર્યું હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. વોટ કરીને ફરી અમદાવાદ જવા માટે નીકળી ગયેલી પ્રિયંકાએ કહ્યું કે ‘વોટિંગ એ કોઈ પાર્ટીનું કામ નથી, એ આપણી ફરજ છે અને આપણને આપણી ફરજ સમજાવી જોઈએ. મેં આખી રાત વાંચ્યું અને બસમાં આરામ કરી લીધો. હવે ફરીથી બસમાં રેસ્ટ કરીને અમદાવાદ જઈને ફરી સ્ટડી પર લાગી જઈશ. મત ન આપવા જવું એ બહાનું માત્ર છે અને આપણે આપણા કામમાં જ જો બહાનાં કાઢીએ તો આપણને લોકશાહીનો કોઈ હક નથી એવું મને લાગે છે.’

gujarat gujarat news gujarat elections gujarat election 2022 rajkot Rashmin Shah