૪૮ કલાક અને ૮ સભા

29 November, 2022 09:55 AM IST  |  Ahmedabad | Rashmin Shah

ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈના પર પણ વિશ્વાસ રાખ્યા વિના પોતે જ દોડવાનું ચાલુ રાખ્યું અને માત્ર ૯ દિવસમાં ૩૪ જાહેર સભાઓ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પાલિછતાણા, જામનગર, રાજકોટ અને અંજારમાં ચાર સભા કરી તો હવે પછીના ૪૮ કલાકમાં બીજી ૮ જાહેર સભા અને ત્રણ રોડ-શો કરવાના છે. દર વખતે નરેન્દ્ર મોદી પોતાના પર મોટો કાર્યભાર રાખતા હોય છે, પણ આ વખતે એમાં ખાસ્સો વધારો તેમણે પોતે જ કરી લીધો છે એવું બીજેપીના સિનિયર નેતાઓ પણ સ્વીકારે છે. આ વખતે વિળધાનસભાના ઇલેક્શનના પ્રચાર માટે પૂરતો સમય નહોતો, જેને કારણે ટૂંકા સમયમાં ખાસ્સી દોડાદોડ કરવી પડી.

નરેન્દ્ર મોદીને જે-જે એરિયામાં બીજેપીને નબળો રિસ્પૉન્સ દેખાયો એ તમામ જગ્યાએ અન્ય સ્ટાર પ્રચારકને મોકલવાને બદલે મોદીએ પોતે જ ત્યાં સભા લીધી. ઍવરેજ દિવસની ૪ સભાના હિસાબે નરેન્દ્ર મોદીએ છેલ્લા ૯ દિવસમાં ૩૪ જાહેર સભા કરી, તો ગાંધીનગરમાં ગુજરાતમાં જ બીજેપીના સિનિયર નેતાઓ સાથે અલગ-અલગ ૭ મીટિંગ પણ કરી. આવતા ૪૮ કલાકમાં નરેન્દ્ર મોદી હવે બીજી ૮ સભા કરવાના છે.

માત્ર ફ્રૂટ્સ અને નાળિયેરપાણી
પ્રચારની આ ભાગદોડમાં નરેન્દ્ર મોદી અત્યારે બીજું કોઈ ફૂડ લેવાને બદલે તેઓ મૅક્સિમમ ફ્રૂટ્સ અને નાળિયેરપાણી તથા લીંબુ-ગોળના પાણી પર જોર રાખે છે. નરેન્દ્ર મોદી સાથે જ રહેતા તેમના નજીકના એક સાથીના કહેવા મુજબ છેલ્લા ચારેક દિવસથી તો તેમણે ફ્રૂટ્સ, નાળિયેરપાણી, લીંબુ-ગોળનું પાણી અને ખીચડી સિવાય કશું ખાધું નથી. ઇલેક્શનના આટલા પ્રેશર વચ્ચે પણ તેઓ દરરોજ સવારે અડધો કલાક યોગ અચૂક કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય એવા સમયે ૧૦ મિનિટ પ્રાણાયામ કરે છે, જે તેમને માટે પાવરનેપ સમાન પુરવાર થાય છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 Gujarat BJP bharatiya janata party narendra modi Rashmin Shah