2002માં `સબક શીખવ્યા` બાદ ગુજરાતમાં શાંતિ, ચૂંટણી વચ્ચે અમિત શાહનું નિવેદન

25 November, 2022 06:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં ફેબ્રુઆરી, 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યના અનેક ભાગોમાં મોટા પાયે હિંસા ભડકી હતી.

અમિત શાહ (ફાઈલ તસવીર)

કેન્દ્રીય ગૃહ મંત્રી (Central Home Minister) અમિત શાહે (Amit Shah) શુક્રવારે (Friday) કહ્યું કે ગુજરાતમાં (Gujarat) પહેલા અસામાજિક તત્વો હિંસામાં (Violence) લિપ્ત રહેતા હતા અને કૉંગ્રેસ (Congress) તેમનું સમર્થન કરતી હતી પણ 2002માં સબક શીખવ્યા બાદ, અપરાધિઓએ આવી ગતિવિધિઓ બંધ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ (BJP) રાજ્યમાં સ્થાયી શાંતિ (Peace) જાળવી. ગુજરાતમાં (Gujarat) ફેબ્રુઆરી, 2002માં (February 2002) ગોધરા રેલવે સ્ટેશન (Godhra Railway Station) પર એક ટ્રેનમાં આગ લાગવાની (Fire in Train) ઘટના બાદ રાજ્યના અનેક ભાગોમાં મોટા પાયે હિંસા (Violence) ભડકી હતી.

શાહે રાજ્યમાં આવતા મહિને થનારી વિધાનસભા ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના મહુધામાં ભાજપ ઉમેદવારોના પક્ષમાં એક રેલી કરી. તેમણે આરોપ મૂક્યો, "ગુજરાતમાં કૉંગ્રેસના શાસનકાળમાં 1995 પહેલા, ઘણીવાર સાંપ્રદાયિક દંગા થતા હતા. કૉંગ્રેસ જુદા જુદા સમુદાય અને જાતિઓના સભ્યોને એક-બીજા વિરુદ્ધ ઉશ્કેરતી હતી. કૉંગ્રેસે એવા દંગાઓ દ્વારા પોતાની વોટ બેન્ક મજબૂત કરી અને સમાજના એક મોટા વર્ગ સાથે અન્યાય કર્યો."

શાહે દાવો કર્યો કે ગુજરાતમાં 2002માં દંગા એટલા માટે થયા કારણકે અપરાધિઓને લાંબા સમય સુધી કૉંગ્રેસનું સમર્થન મળવાને કારણે હિંસામાં સામેલ લોકોને ટેવ પડી ગઈ હતી. વરિષ્ઠ ભાજપા નેતાએ કહ્યું કે, "પણ 2002માં સબક શીખવ્યા બાદ એવા તત્વોએ તે રસ્તો (હિંસાનો માર્ગ) છોડી દીધો. તે લોકો 2002થી 2022 સુધી હિંસાથી દૂર રહ્યા." તેમણે કહ્યું કે ભાજપે સાંપ્રદાયિક હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગુજરાતમાં સ્થાયી શાંતિ જાળવી.

આ પણ વાંચો : શ્રદ્ધા વાલકર પ્રકરણમાં મહારાષ્ટ્ર પોલીસની તપાસ કરાશે: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન

જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર સંવિધાનની કલમ 370 ખસેડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા શાહે આરોપ મૂક્યો કે કૉંગ્રેસ પોતાના વોટ બેન્કને કારણે વિરોધમાં હતી.

gujarat election 2022 gujarat politics gujarat elections gujarat news amit shah