25 November, 2024 05:40 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશના અનેક રાજ્યોમાંથી નકલી IAS, IPS સહિત (Gujarat Fraud Alert) અનેક મોટા પદના પોલીસ અને સરકારી કર્મચારીઓ લોકો સાથે આર્થિક છેતરપિંડી કરતાં ઝડપાયા છે. આ સાથે હવે ગુજરાતમાંથી પણ એક નકલી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં થોડા સમય પહેલા એક નકલી અધિકારીઓ ઝડપાયા બાદ હવે પોતાને IAS તરીકે ગણાવતા વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે મેહુલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. શાહ પર અંગત લાભ માટે નકલી લેટરપેડ બનાવવા અને IAS ઑફિસર હોવાનો દાવો કરવાના આરોપ છે. ફરિયાદ મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને આ નકલી IAS અધિકારી બનીને ફરતા વ્યક્તિની ધરપકડ કરી હતી. ગુજરાતમાં અગાઉ નકલી પીએમઓ ઑફિસર સાથે નકલી પોલીસ અધિકારીઓ પણ ઝડપાઈ ચૂક્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના (Gujarat Fraud Alert) પોલીસ ઈન્સ્પેક્ટર જે. કે. મકવાણાના જણાવ્યાં અનુસાર કાર ભાડે આપવાનો વ્યવસાય કરતા વ્યક્તિની ફરિયાદના આધારે આ કેસની તપાસ કરવામાં આવી હતી. આરોપી મેહુલ શાહે કાર ભાડે આપવા માટે તેનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાને મહેસૂલ વિભાગના ડાયરેક્ટર અને IAS અધિકારી હોવાનું કહી પોતાની ઓળખ આપી હતી. આરોપીએ ફરિયાદીને કારમાં સાયરન અને પડદો લગાવવા માટે ગૃહ મંત્રાલય, વિજ્ઞાન અને સંશોધન વિભાગનો નકલી પત્ર પણ મોકલી આપ્યો હતો. મકવાણાએ વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. આરોપી મેહુલ શાહ મૂળ મોરબીનો રહેવાસી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓ પાસેથી અનેક સરકારી વિભાગોના (Gujarat Fraud Alert) નામ સાથે જોડાયેલા કાગળો મળી આવ્યા છે. પોલીસે આરોપીના ફોન સહિત તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ આરોપીના અન્ય ફોન, લેપટૉપ અને ગેજેટ્સની તપાસ કરી રહી છે અને નકલી IAS તરીકે ઓળખાવીને તેણે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે બાબતે પોલીસ વધુ તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદ પોલીસ એ પણ શોધી રહી છે આરોપીને નકલી IAS અધિકારી બનાવવા પાછળ હજી કેટલા લોકો સામેલ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાને સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ વિભાગનો અધ્યક્ષ હોવાનું ગણાવતો હતો. આરોપીએ પોતાને આ વિભાગના અધ્યક્ષ હોવાના પુરાવા તરીકે લેટરપેડ પણ બનાવ્યા હતા અને હવે તેની ધરપકડ થતાં તે જપ્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતની આ ઘટના સાથે થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાંથી (Gujarat Fraud Alert) પણ આવી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં મિથિલેશ કુમાર નામના બનાવટી આઈપીએસ ઑફિસર ઝડપાયો હતો. તેણે યુનિફોર્મ અને પિસ્તોલ પણ ખરીદી હતી જોકે, તમનો જલવો લાંબો સમય ચાલ્યો નહીં. કુમારે તેનો નકલી યુનિફોર્મ અને હથિયાર બતાવ્યું, જેના કારણે તેની આખરે ધરપકડ થઈ હતી.