11 December, 2025 04:03 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનરો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 સુધીના માત્ર નવ મહિનાના સમયગાળામાં, જિલ્લામાં કુલ 341 સગીર છોકરીઓ ગર્ભવતી બની હોવાનું જણાયું છે. આમાંથી, કડી તાલુકામાં 88 અને મહેસાણા તાલુકામાં 80 એમ સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ બધી સગીરો 13 થી 17 વર્ષની વયની છે, જે બાળ વિવાહ અને સામાજિક જાગૃતિના અભાવ તરફ ઈશારો કરે છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં એક ચોંકાવનારી વાસ્તવિકતા બહાર આવી છે. જિલ્લામાં કુલ 22,812 સગર્ભા સ્ત્રીઓ નોંધાઈ હતી, જેમાંથી 341 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ હતી. આ ઉંમર લગ્ન અથવા ગર્ભાવસ્થા માટે કાયદેસર રીતે અયોગ્ય છે, છતાં મોટી સંખ્યામાં સગીર ગર્ભાવસ્થાએ સિસ્ટમને હચમચાવી નાખી છે.
ગર્ભવતી સગીરોમાં:
૧૪ વર્ષ: ૨ છોકરીઓ
૧૫ વર્ષ: ૩૪ છોકરીઓ
૧૬ વર્ષ: ૭૬ છોકરીઓ
૧૭ વર્ષ: ૨૨૯ છોકરીઓ
વધુમાં, ૫૮૮ ૧૮ વર્ષની અને ૮૫૨ ૧૯ વર્ષની છોકરીઓ પણ ગર્ભવતી મળી આવી હતી, જે વહેલા લગ્ન અને માતૃત્વ તરફના વલણને દર્શાવે છે.
પરિસ્થિતિમાં સૌથી ગંભીર સ્થિતિ કયા તાલુકામાં છે?
વાત કરીએ તો, ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાતા કડીમાં સૌથી વધુ સગીરો ગર્ભવતી મળી આવી છે, જેમાં ૮૮ છે. જિલ્લા મુખ્ય મથક મહેસાણામાં ૮૦ સગીરો છે. આ આંકડા દર્શાવે છે કે આ સમસ્યા શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં પ્રચલિત છે.
આરોગ્ય વિભાગ અને બાળ સુરક્ષા યુનિટ દ્વારા કાર્યવાહી
આ ગંભીર કિસ્સામાં, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ માહિતી આપી કે આ બધા કેસ ANC (પ્રસૂતિ પહેલાની સંભાળ) તરીકે નોંધાયેલા છે. તેમની નાની ઉંમરને કારણે, આ છોકરીઓનું વજન ઓછું છે, તેથી આરોગ્ય વિભાગ તેમને પોષણ કીટ આપીને ખાસ આરોગ્ય સંભાળ પૂરી પાડી રહ્યું છે. જોકે, આ સગીરો પરિણીત છે કે નહીં તે તપાસનો વિષય છે. ધનંજય ત્રિવેદી હાલમાં આ સમીક્ષા કરી રહ્યા છે.
૧૨ વર્ષની એક કિશોરી ગર્ભવતી મળી
આ સર્વે દરમિયાન, એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો જેમાં ૧૨ વર્ષની એક છોકરી ગર્ભવતી મળી આવી. સામાજિક સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા એકમ દ્વારા હસ્તક્ષેપ બાદ, પરિવારનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ૪ ડિસેમ્બરે ગર્ભપાત કરવામાં આવ્યો. સામાજિક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, બાળ લગ્ન માટે દબાણ કરનાર પિતા સામે કાનૂની ફરિયાદ દાખલ થઈ શકે છે. વધુમાં, બાળ સુરક્ષા એકમે હવે અભણ છોકરીને શિક્ષિત કરવાની જવાબદારી લીધી છે. તંત્રએ બાળ લગ્નના પુરાવા પણ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે.