ધોલેરાના બાવળિયારીથી ગુજરાતના પહેલા સાઉન્ડિંગ રૉકેટનું થયું લૉન્ચિંગ

15 March, 2026 10:46 AM IST  |  Dholera | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ધોલેરાના બાવળિયારી ખાતે ગઈ કાલે અવકાશ સંશોધન ક્ષેત્રે સીમાચિહ‍્ન નોંધાયું છે.

ગુજરાતના પ્રધાન અર્જુન મોઢવાડિયાએ સાઉન્ડિંગ રૉકેટના લૉન્ચિંગ કાર્યક્રમમાં એના વિશે માહિતી મેળવી હતી.

ગુજરાતમાં ધોલેરાના બાવળિયારી ખાતે ગઈ કાલે અવકાશ સંશોધન ક્ષેત્રે સીમાચિહ‍્ન નોંધાયું છે. સ્ટાર્ટઅપ ઓમસ્પેસ રૉકેટ ઍન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક પ્રધાન અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રૉકેટનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું.

બાવળિયારીમાં ઊભા કરાયેલા અસ્થાયી લૉન્ચિંગ કૉમ્પ્લેક્સથી બપોરે સિંગલ સ્ટેજ સબ ઑર્બિટલ રૉકેટે ઉડાન ભરી હતી. આ રૉકેટ ૩ કિલોમીટર ઊંચે ઊડીને પરત ફર્યું હતું. ઓમસ્પેસ રૉકેટ ઍન્ડ એક્સપ્લોરેશનના ઑફિસર સચિન શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અમારો એક પડાવ છે. આ રૉકેટ કમ્યુનિકેશન પર કામ કરે છે. આ રૉકેટમાં હવામાનના ડેટા કલેક્ટ કરી શકે એવો મિની સૅટેલાઇટ પણ ઇમ્પ્લાન્ટ કર્યો છે જેણે હવામાનના ડેટા કલેકટ કર્યા છે. આ ડેટાનો સ્ટડી કરવામાં આવશે તેમ જ એ રિસર્ચ માટે કામ લાગશે.’  

gujarat news gujarat tech news gujarat government