19 September, 2026 09:51 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આટલા મોટા પાયે રસીકરણ છતાં આડઅસરનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ગુજરાતમાં હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV) રસીકરણ ડ્રાઇવનો ફરી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને એક જ દિવસમાં ગુજરાતની ૭૧,૮૯૪ દીકરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ૨૦૨૬ની ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતની ૬.૨૫ લાખથી વધુ દીકરીઓને આ સુરક્ષા-કવચ અપાયું છે. HPV રસીકરણ અભિયાનના ૩ મહિનામાં પાત્રતા ધરાવતી કિશોરીઓને HPVની રસી આપીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આટલા મોટા પાયે રસીકરણ છતાં આડઅસરનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી. ફરી શરૂ થયેલા રસીકરણ આ અભિયાનમાં ૧.૪૬ લાખ કિશોરીઓ જેમને ૧૪ વર્ષ ૧૭ સપ્ટેમ્બરે પૂરાં થયાં છે તેમને પહેલી ઑક્ટોબર સુધીમાં રસી આપવાનો લક્ષ્યાંક નક્કી થયો છે.