10 July, 2025 12:52 PM IST | Rajkot | Bespoke Stories Studio
ભારત સરકારના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
હાઇલાઇટ્સ:
• કંપનીએ વાર્ષિક 24 હજાર મેટ્રિક ટન મેન્યુફેક્ચરિંગ કેપેસિટી સાથે પ્લાન્ટમાં અંદાજે રૂ. 150 કરોડનું રોકાણ કર્યું છે.
• ફુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક રૂ. 700થી 750 કરોડનું વેચાણ કરવા સક્ષમ છે.
• અત્યારે ભારતમાં 90થી 95 ટકા એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરવામાં આવે છે.
• સપ્ટેમ્બર 2024માં ભારત સરકારે પાંચ વર્ષના સમયગાળા માટે ચીનથી ઈમ્પોર્ટ થતી એલ્યુમિનિયમ ફ્રેમ્સ પર પ્રતિ મેટ્રિક ટન 403 ડોલરથી 577 ડોલર (14 ટકાની ઈક્વિવેલન્ટ) સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે.
• ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટી સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાં નોંધપાત્ર હિસ્સો આશરે 280 ગીગાવોટ સોલર પાવરમાંથી આવવાની અપેક્ષા છે.
અમદાવાદ (ગુજરાત) [ભારત], ૯ જુલાઈ: ગુજરાત સ્થિત, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે રાજકોટ ખાતે ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. રાજકોટના ચિભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ (GW) સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે.
આ પ્લાન્ટનું ઉદ્ઘાટન 4 જુલાઈ, 2025ના રોજ ભારત સરકારના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ દ્વારા વરિષ્ઠ સરકારી અધિકારીઓ, H&H એલ્યુમિનિયમની લીડરશીપ ટીમ અને તમામ આમંત્રિત મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
કંપનીએ 28,000 ચોરસ મીટરના અત્યાધુનિક અને સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ માટેના સૌથી અદ્યતન પ્લાન્ટમાં લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. પ્લાન્ટમાં ટ્રાયલ ઉત્પાદન જૂન 2025માં શરૂ થયું છે અને એક મહિનાની અંદર કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાની ધારણા છે. ફુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક રૂ. 700-750 કરોડના વેચાણને ટેકો આપી શકશે. આ પ્લાન્ટ 300થી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે.
વધુ માહિતી આપતા, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી ઉત્તમ પટેલે જણાવ્યું હતું કે, “આ ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ પ્લાન્ટ હશે અને અમે લગભગ એક વર્ષના રેકોર્ડ સમયમાં આને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ. અમે રાજ્ય સરકાર અને તમામ સંબંધિત વિભાગોના તેમના સમર્થન બદલ આભારી છીએ. હાલમાં, ભારત 90-95 ટકા એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરે છે, આ પ્લાન્ટ સાથે અમે મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવા અને સૌર ઉર્જા ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તરફ એક અર્થપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ. અમે આગામી એક મહિનામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.”
29 સપ્ટેમ્બર 2024ના રોજ, ભારત સરકારે સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે ચીન થી નિકાસ કરાયેલા "સોલાર પેનલ્સ/મોડ્યુલ્સ માટે એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ ફ્રેમ્સ"ની આયાત પર પાંચ વર્ષના સમયગાળા માટે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. જેના પરિણામે, કેટલાક ચોક્કસ ચાઈનીસ ઉત્પાદકો/નિકાસકારો અને અન્ય કોઈપણ નોન સ્પેસિફાઈડ સંસ્થાઓ પાસેથી આયાત પર $403થી $577 પ્રતિ MT (14% ની સમકક્ષ) સુધીની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે. આ ડ્યુટી પાંચ વર્ષ માટે લાગુ રહેશે.
H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી વિજય કનેરિયાએ જણાવ્યું હતું કે, “ભારતે 2025માં 100 GW સૌર ઉર્જા ક્ષમતાનો ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યો છે. વધુમાં, સરકારે 2030 સુધીમાં 500 GW રિન્યૂએબલ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જેનો નોંધપાત્ર ભાગ આશરે 280 GW, સૌર ઉર્જામાંથી આવવાની અપેક્ષા છે. આ આગામી 5-10 વર્ષોમાં સૌર ઉર્જા અને સંલગ્ન ઉદ્યોગો માટે એક વિશાળ તક રજૂ કરે છે.”
Plant Video - H&H Aluminium Pvt Ltd:- અહીં જુઓ
રિન્યુએબલ એનર્જી સેક્ટરને આગળ ધપાવવાના વિઝન સાથે સ્થાપિત, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ પ્રીમિયમ ગુણવત્તાવાળા એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ્સ પ્રદાન કરે છે. કંપનીની પ્રોડક્ટ, ASTM અને IEC માટેના સ્ટ્રેન્થ, વેધર રેઝિસસ્ટન્સ અને લોન્ગેટિવિટીના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરે છે, વધુમાં, રાજકોટ પ્લાન્ટ રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ગુણવત્તા નિયંત્રણ માટે SCADA અને IoT-સક્ષમ પ્રોડક્શન લાઇન, પ્રોડક્ટ કસ્ટમાઇઝેશન માટે સંપૂર્ણપણે સજ્જ ગુણવત્તાયુક્ત લેબ અને ઇન-હાઉસ R&D, તથા ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ એનોડાઇઝિંગ સેટઅપથી સજ્જ છે. કંપનીના એલ્યુમિનિયમ ફ્રેમ્સ RoHS અને REACH સુસંગત છે, જોખમી પદાર્થોથી મુક્ત છે અને 100% રિસાયકલ કરી શકાય છે, જે પર્યાવરણને અનુકૂળ ઊર્જા પહેલ સાથે પણ બંધબેસતા છે.