વાહ! નવા વર્ષને આવો હોવો જોઈએ આવકાર

02 January, 2025 06:59 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

રાતે એક લાખ ભક્તજનો હનુમાનજીદાદાનાં ભક્તિગીતોના સૂર-તાલે ઝૂમ્યા હતા અને દાદાની ભક્તિમાં લીન થયા હતા.

સુરતમાં હનુમાનજી જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સુરતમાં ૩૧ ડિસેમ્બરની રાતે એક લાખ ભક્તજનો ઝૂમ્યા હનુમાનજીદાદાનાં ભક્તિગીતોના સૂર-તાલે: સ્વામી હરિપ્રકાશદાસની હનુમાન ચાલીસા યુવા કથામાં હનુમાનજી જન્મોત્સવ ઊજવાયો ઃ રાષ્ટ્રગાન થયું તથા ૧૫૧ કિલો કેક, ૨૦૦૦ કિલો ચૉકલેટ અને કૅડબરીનો પ્રસાદ પણ દાદાને ધરાવવામાં આવ્યો

કથામાં આરતી ઉતારવામાં આવી હતી.

સમગ્ર દુનિયામાં ૨૦૨૫ના નવા વર્ષને આવકારવા માટે ૩૧ ડિસેમ્બરની મધરાતે થનગનાટ હતો અને જગતે ધૂમધડાકા સાથે નવા વર્ષને આવકાર્યું હતું ત્યારે સુરતમાં ૩૧ ડિસેમ્બરની રાતે એક લાખ ભક્તજનો હનુમાનજીદાદાનાં ભક્તિગીતોના સૂર-તાલે ઝૂમ્યા હતા અને દાદાની ભક્તિમાં લીન થયા હતા.

એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં આવેલા સરથાણામાં હરિપ્રકાશદાસ સ્વામી વ્યાસપીઠ પરથી હનુમાન ચાલીસા યુવા કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. આ કથામાં ૩૧ ડિસેમ્બરે હનુમાન જન્મોત્સવ ઊજવાયો હતો. કથામાં ઉપસ્થિત એક લાખથી વધુ શ્રદ્ધાળુઓને હરિપ્રકાશદાસ સ્વામીએ ભક્તીનું ઘેલું લગાડ્યું હતું. આ પ્રસંગે પહેલાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. એ પછી હનુમાનજીદાદાની આરતી કરવામાં આવી હતી. હનુમાનજીદાદાને ૧૫૧ કિલો કેક તેમ જ ૨૦૦૦ કિલો ચૉકલેટ અને કૅડબરીનો પ્રસાદ ધરાવ્યો હતો અને ૧૦૮ કિલો પુષ્પોની વર્ષા હનુમાનજીદાદા પર કરવામાં આવી હતી. સમગ્ર સભામંડપ ૫૦૦ કિલો ફૂલો અને ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યો હતો. હનુમાનજીદાદાનાં ભક્તિગીતોની રમઝટ જામી હતી અને ભારતીય સંસ્કૃતિની સાથે ભક્તિમય માહોલમાં હર્ષોલ્લાસ સાથે સભામંડપમાં ઉપસ્થિત સૌકોઈ હનુમાનજીદાદાની ભક્તિમાં ઝૂમી ઊઠ્યા હતા અને ભક્તિમય વાતાવરણમાં નવા વર્ષને વધાવ્યું હતું.

gujarat news gujarat surat swaminarayan sampraday festivals culture news