ગુજરાતના ડિપ્ટી સીએમ નિતિન પટેલના દીકરાને ફ્લાઇટમાં જતા અટકાવાયો, જાણો કારણ

11 May, 2022 04:16 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

એક વિદેશી ક્રૂ મેમ્બરે ઉપમુખ્યમંત્રીના દીકરા જેમિન પટેલ, તેની પત્ની અને બાળકોને ગ્રીસ માટે ફ્લાઈટ લેતા અટકાવી દીધો. ઘટના સામે આવ્યા પછી નિતિન પટેલે કહ્યું કે આ તેમને બદનામ કરવાનો ષડયંત્ર છે.

નિતિન પટેલ (ફાઈલ તસવીર)

ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલના દીકરાને કતર ઍરવેઝની ફ્લાઈટમાં ઉડ્ડાણ ભરતાં અટકાવી દેવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ઉડ્ડાણ પહેલા ઉપમુખ્યમંત્રીનો દીકરો કહેવાતી રીતે દારૂના નશામાં ધુત હતો. તેણે ઍરપૉર્ટ પર એરલાઈન કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું, જેના પછી એક વિદેશી ક્રૂ મેમ્બરે ઉપમુખ્યમંત્રીના દીકરા જેમિન પટેલ, તેની પત્ની અને બાળકોને ગ્રીસ માટે ફ્લાઈટ લેતા અટકાવી દીધો. ઘટના સામે આવ્યા પછી નિતિન પટેલે કહ્યું કે આ તેમને બદનામ કરવાનો ષડયંત્ર છે.

ઍરપૉર્ટ અધિકારીઓએ જણાવ્યું કે જયમીન જ્યારે અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચ્યો ત્યારે તે દારુના નશાને કારણે બરાબર ચાલી પણ નહોતો શકતો. તે એટલો બધો નશામાં હતો કે તેને આવ્રજન કાઉન્ટર અને અન્ય તપાસ માટે વ્હીલચેરમાં લઈ જવો પડ્યો અધિકારીએ કહ્યું, જૈમિન પટેલને વિમાનમાં જતા અટકાવી દેવામાં આવ્યો. તેણે ઍરલાઇન્સ કર્મચારીઓ સાથે વિવાદ પણ કર્યો.

ગુજરાતના ડિપ્ટી સીએમ નિતિન પટેલે કહ્યું કે, મારો દીકરો પોતાની પત્ની અને 5 વર્ષની દીકરી સાથે ફરવા જઈ રહ્યો હતો, ઍરપૉર્ટ પર તેની તબિયત બગડી ગઈ, તેને ઉલ્ટી થવા માંડી. સાથે જ પત્ની અને તેની દીકરી પણ હતી તેણે ઘરે મમ્મીને ફોન કર્યો, જેમણે કહ્યું કે પાછા ઘરે આવી જાઓ, ક્યાંય જવાની જરૂર નથી તો તે ઍરપૉર્ટ પરથી પાછા આવી ગયા. મારી પ્રતિષ્ઠા અને મારા રાજનૈતિક જીવનને નુકસાન પહોંચાડવા માટે અનેક લોકો કાર્યરત હશે એ સ્વાભાવિક છે. હું સમજી શકું છું, પણ પરિવાર વિશે અફવાઓ ફેલાવવી એ ખૂબ જ નિમ્ન હરકત છે.

gujarat news Nitin Patel