દિવાળીની પછી સુરત જવાના હો તો કોરોના ટેસ્ટ કરાવીને જજો

28 October, 2021 12:29 PM IST  |  Surat | Agency

સુરતમાં લાખોની સંખ્યામાં હીરા અને કાપડ માર્કેટમાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓ છે જેઓ દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં જતા હોય છે.

દિવાળીની પછી સુરત જવાના હો તો કોરોના ટેસ્ટ કરાવીને જજો

બુધવારે સુરત શહેરના પ્રશાસન દ્વારા દિવાળીની રજાઓ માણીને પરત આવતા નાગરિકો માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ ફરજિયાત જાહેર કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંક્રમણ ફરી માથું ન ઊંચકે એની તકેદારી લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે રસીના બન્ને ડોઝ લઈ લીધા હશે તેવા નાગરિકો સહિત તમામ માટે આર.ટી.પી.સી.આર. ફરજિયાત હશે. દિવાળી પછી શહેરમાં પરત આવી રહેલા નાગરિકોએ ૭૨ કલાકમાં કઢાવેલો રિપોર્ટ સાથે રાખવાનો હશે. સુરતમાં લાખોની સંખ્યામાં હીરા અને કાપડ માર્કેટમાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓ છે જેઓ દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં જતા હોય છે. સુરતવાસીઓ પણ દિવાળી વેકેશનમાં ફરવા નીકળી જતા હોય છે. શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો ન આવે એ ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

surat gujarat news gujarat