23 April, 2026 10:23 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ધંધૂકામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યાં હતાં.
ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં થોડા દિવસ પહેલાં થયેલી ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યાં હતાં.
ધંધૂકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૩ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (DYSP) સહિત ૫૦૦ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખાટકીવાડ સહિત ધંધૂકામાં થયેલાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાં હતાં. ધર્મેશ ગમારા હત્યાકેસના આરોપી રિઝવાન મણિયાર સહિત પશુચોરી અને પશુઓની હત્યા સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા અંદાજે બાવીસ જેટલાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાં હતાં.