25 October, 2025 07:51 AM IST | Mehsana | Gujarati Mid-day Correspondent
ઍર-શો
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ઍરોબેટિક ટીમે ગઈ કાલે પહેલી વાર ઉત્તર ગુજરાતના વડા મથક મહેસાણા ખાતે દિલધડક ઍર-શો યોજ્યો હતો. ૯ હૉક વિમાનો દ્વારા દિલધડક કરતબથી મહેસાણાવાસીઓ સહિત ઉત્તર ગુજરાતનાં ગામડાંઓ અને નગરોમાંથી મહેસાણાના ઍરોડ્રોમ પર ઊમટેલા હજારો નાગરિકો રોમાંચિત થઈ ઊઠ્યા હતા. સૂર્યકિરણ ઍરોબેટિક ટીમે ૯ હૉક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભુત અને રોમાંચક કરતબોનું પ્રદર્શન કર્યું હતું.