✕

રાજકોટમાં શ્રી ધીરગુરુદેવનાં આજ્ઞાનુવર્તી પૂ. પ્રમીલાજી મહાસતીજી કાળધર્મ પામ્યાં

27 September, 2026 09:34 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

તેમની ગુણાનુવાદ સભા શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલ, ૫, વૈશાલીનગર, રૈયા રોડ ખાતે સોમવારે તા. ૨૮ સપ્ટેમ્બરે સવારે ૯.૩૦ વાગ્યે રાખી છે.

બા.બ્ર પૂ. પ્રમીલાબાઈ મ.સ.

ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવનાં આજ્ઞાનુવર્તી પૂ. રંભાબાઈ મ.સ.ના પરિવારનાં પૂ. લાભુબાઈ મ.સ.નાં સુશિષ્યા બા.બ્ર પૂ. પ્રમીલાબાઈ મ.સ. ઉંમર વર્ષ ૭૫ અને ૪૯ વર્ષના દીક્ષાપર્યાય સહિત પૂ. નીલમબાઈ મ.સ.ની નિશ્રામાં શુક્રવારે રાત્રે ૯.૦૫ વાગ્યે જે. જે. કોઠારી ઉપાશ્રય, પ્રહલાદ પ્લૉટ ખાતે કાળધર્મ પામ્યાં છે. સુશીલાબહેન અને મનહરભાઈ શાહના ગૃહાંગણે જન્મેલાં પ્રમીલાબહેને રાજકોટ મોટા સંઘમાં 
૧૪-૫-૧૯૭૮ના સૌરાષ્ટ્રનાં સિંહણ પૂ. ઇન્દુબાઈ મ.સ.ના હસ્તે દીક્ષા અંગીકાર કરેલી. ગઈ કાલે શનિવારે સવારે ૯.૩૦ વાગ્યે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વીરાણી પૌષધશાળા, પૅલેસ રોડથી તેમની પાલખીયાત્રા નીકળી હતી. ડૉ. સંજય શાહ, જયશ્રી શાહ, હરેશ વોરા, કલ્પના શાહ, દિનેશ દોશી, ડૉ. સી. વી. અજમેરા વગેરે વૈયાવચ્ચમાં કાર્યરત હતાં. તેમની ગુણાનુવાદ સભા શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલ, ૫, વૈશાલીનગર, રૈયા રોડ ખાતે સોમવારે તા. ૨૮ સપ્ટેમ્બરે સવારે ૯.૩૦ વાગ્યે રાખી છે.

gujarat news gujarat jain community rajkot