અષાઢી બીજે કચ્છની ધરા ધણધણી : ૩ મિનિટમાં ધરતીકંપના બે આંચકાથી ફફડાટ

17 July, 2026 07:13 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

કચ્છ જિલ્લામાં અષાઢી બીજના મહાપર્વની ઉજવણી વચ્ચે ગુરુવારે બપોરે ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા. 

પ્રતીકાત્મક તસવીર

કચ્છ જિલ્લામાં અષાઢી બીજના મહાપર્વની ઉજવણી વચ્ચે ગુરુવારે બપોરે ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા. 

કચ્છના લોકો જ્યારે કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણીમાં વ્યસ્ત હતા અને ખાસ કરીને કચ્છના સંસદસભ્ય દ્વારા ખેંગાર પાર્કથી હમીરસર તળાવ થઈને મહાદેવ ગેટ સુધી ભવ્ય ‘ભુજ કાર્નિવલ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જ માત્ર ત્રણ મિનિટના ટૂંકા ગાળામાં સરહદી પંથકની ધરા ધ્રૂજી ઊઠી હતી. આ બે આંચકાથી કચ્છવાસીઓમાં ભારે ગભરાટ અને ફફડાટ ફેલાયો હતો.

રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા અનુક્રમે ૩.૬ અને ૩.૨ નોંધાઈ હતી.

ગાંધીનગરસ્થિત સીસ્મોલૉજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે ૨.૨૦ વાગ્યે ખાવડાની નજીક નોંધાયો હતો જેની તીવ્રતા ૩.૬ની હતી. ત્યાર બાદ બરાબર ત્રણ મિનિટ બાદ એટલે કે બપોરે ૨.૨૩ વાગ્યે વૈશ્વિક વિરાસત ધરાવતી ઐતિહાસિક સાઇટ ધોળાવીરા અને અેની આસપાસના વિસ્તારોમાં ૩.૨ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો.

gujarat news gujarat kutch earthquake