અમદાવાદમાં આવી ચડ્યો દીપડો, લોકોમાં ફેલાયો ફફડાટ

21 July, 2026 09:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આજુબાજુમાં જંગલ વિસ્તાર છે એની અંદર દીપડો રહેતો હોય એવી શક્યતા વ્યક્ત કરી વનવિભાગે

CCTV કૅમેરામાં કેદ થયેલો દીપડો.

સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં દેખાતા દીપડાએ પહેલી વાર અમદાવાદ જેવા મોટા શહેરમાં દેખા દીધી હતી. રવિવારે મોડી રાતે અમદાવાદમાં ઘુમા વિસ્તારની સોસાયટીમાં દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયથી ફફડાટ ફેલાઈ ગયો હતો. દીપડાને પકડી લેવા માટે વનવિભાગે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું તેમ જ ડ્રોનથી પણ દીપડાની શોધખોળ હાથ ધરી હતી. જોકે ગઈ કાલે મોડી સાંજ સુધી દીપડો મળી આવ્યો નહોતો. 

ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં રવિવારે મોડી રાતે દીપડો આવી ચડ્યો હતો. સોસાયટીના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં એક મકાનની કમ્પાઉન્ડ-વૉલ પર દીપડો દેખાયો હતો. દીપડો કમ્પાઉન્ડ-વૉલ પરથી નીચે ઊતરીને સોસાયટીના રોડ પરથી આગળ નીકળી ગયો હતો. થોડે દૂર રહેલા કેટલાક કૂતરાઓ જંગલી જાનવરને જોઈને એની પાછળ દોડ્યા હતા. સોસાયટીના CCTV કૅમેરામાં દીપડો કેદ થતાં સોસાયટીના રહીશો ભયગ્રસ્ત બની ગયા હતા. વાયુવેગે આ વાત ફેલાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. 

gujarat news gujarat wildlife ahmedabad