અમદાવાદમાં મતદાન વિશે જાગૃતિ ફેલાવવા ૫૦૦૦ સ્કૂલ-ટીચરોની મહા બાઇક-રૅલી

27 April, 2024 03:08 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

‘મારો મત મારી તાકાત’, ‘મત આપો, મત અપાવો’ જેવાં સૂત્રો લખેલાં પોસ્ટર અને બૅનર સાથે બાઇક-રૅલી યોજવામાં આવી હતી

સ્કૂલ-ટીચરોની મહા બાઇક-રૅલી

લોકસભાની ચૂંટણીમાં વધુ મતદારો મતદાન કરે એ માટેના પ્રયાસના ભાગરૂપે અમદાવાદમાં ગઈ કાલે અમદાવાદ કલેક્ટર કચેરી, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સ્કૂલ બોર્ડ, અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીના સહયોગથી શાળાઓના શિક્ષકોની મહા બાઇક-રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભૂલો ભલે બીજું બધું, મતદાનને ભૂલશો નહીં’, ‘લોકશાહીનું ઉત્તમ દાન, દરેક નાગરિકનું મત પ્રદાન’, ‘નહીં કરીએ જો મતદાન તો થશે બહુ મોટું નુકસાન’, ‘મતદાન લોકશાહીનો પ્રાણ’, ‘મારો મત મારી તાકાત’, ‘મત આપો, મત અપાવો’ જેવાં સૂત્રો લખેલાં પોસ્ટર અને બૅનર સાથે બાઇક-રૅલી યોજવામાં આવી હતી. આ રૅલીમાં શાળાઓના ૫૦૦૦થી વધુ શિક્ષકો જોડાયા હતા અને બાઇક-રૅલી દ્વારા શહેરમાં મતદાન-જાગૃતિનો મેસેજ આપ્યો હતો.

Lok Sabha Election 2024 Lok Sabha ahmedabad gujarat gujarat news